જયપુરઃ ભારતીય વાયુસેનાનું મિગ-29 ફાઈટર પ્લેન રાત્રે રાજસ્થાનના બાડમેર પાસે ક્રેશ થયું હતું. વાયુસેનાએ જણાવ્યું હતું કે નાઇટ ટ્રેનિંગ મિશન દરમિયાન ફાઇટર એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી જેના પગલે પાઇલટે બહાર નીકળવું પડ્યું હતું. પાયલોટ સુરક્ષિત છે અને કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ મામલે એરફોર્સ દ્વારા કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.
વાયુસેનાનું મિગ 29 વિમાન રાજસ્થાનના બાડમેરમાં ક્રેશ થયું છે. જેમાં પાયલોટ સુરક્ષિત હોવાનું કહેવાય છે, જોરદાર વિસ્ફોટ સાથે પ્લેનમાં આગ લાગી હતી. સદ્નસીબ વાત એ છે કે અકસ્માત વસ્તીવાળા વિસ્તારમાં બન્યો ન હતો. બાડમેર જિલ્લા કલેક્ટર નિશાંત જૈન, એસપી નરેન્દ્ર સિંહ મીના અને જિલ્લાના વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વાયુસેનાએ એક નિવેદન જારી કરીને જણાવ્યુ છે કે આ દુર્ઘટનામાં પાયલોટ સુરક્ષિત રીતે બચી ગયો છે.
ટ્વીટર પર પોસ્ટ કરતા વાયુસેનાએ કહ્યું કે, બાડમેર સેક્ટરમાં નિયમિત નાઈટ ટ્રેનિંગ મિશન દરમિયાન IAF મિગ-29માં ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પાઈલટને એરક્રાફ્ટમાંથી બહાર નીકળવું પડ્યું હતું. પાયલોટ સુરક્ષિત છે અને કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી, કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે..એસપી નરેન્દ્ર સિંહ મીણાએ કહ્યું- આ દુર્ઘટના બાડમેર ઉતરલાઈ એરબેઝ પાસે થઈ હતી. આ પહેલીવાર નથી જ્યારે મિગ-29 દુર્ઘટનાગ્રસ્ત થયું હોય, આ પહેલા પણ મિગ-29 ઘણી વખત ક્રેશ થઈ ચૂક્યું છે.