- વાયુસેનાએ ફ્રાંસ સાથે કર્યો સોદો
- મિરાજ વિમાન માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા
- બાલાકોટમાં આ વિમાન વડે જ એરસ્ટ્રાઈક કરાઈ હતી
- લાંબા સમય સુઘી ભારતીય બેડામાં મિરાજ સામેલ રહેશે
દિલ્હીઃ- દેશની ત્રણે સેનાઓને મજબૂત બનાવવાની દિશામાં ઘણા સફળ પ્રયત્નો થી રહ્યા છે ત્યારે હવે ભારતીય વાયુસેના મિરાજ -2000 વિમાનોના કાફલાને જાળવી રાખવા માટે ફ્રેન્ચ વાયુસેના પાસેથી તબક્કાવાર મિરાજ વિમાનો ખરીદવાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે જ હવે ભારતીય વાયુસેનાનો મિરાજ કાફલો લાંબા સમય સુધી સેવામાં રહેશે.
ઉલ્લેખનીય છે કે આ જ વિમાનોનો ઉપયોગ બાલાકોટમાં આતંકી કેમ્પ પર હવાઈ હુમલામાં પણ કરવામાં આવ્યો હતો. આ વિમાનો દ્વારા સ્પાઈસ -2000 બોમ્બ છોડવામાં આવ્યા હતા.આ એરક્રાફ્ટ ખરીદવા માટે 31 ઓગસ્ટના રોજ કરાર થયા બાદ ફ્રાંસની એરફોર્સે થોડા દિવસો પહેલા મિરાજ જેટ્સની સ્ક્વોડ્રનને સેવામાંથી બહાર કરી દીધી હતી
જો કે હવે આ કરાર હેઠળ, ફ્રેન્ચ એરફોર્સમાંથી બહાર કાવામાં આવેલા વિમાનો હવે ભારત લાવવામાં આવશે. જો કે આ જથ્થામાંથી કોઈ પણ વિમાન ઉડાન માટે ઉપયોગમાં લેવાશે નહીં, પરંતુ તેમના સ્પરપાર્ટ લાંબા સમય સુધી સેવામાં ભારતના 50 મિરાજ -2000 વિમાનોના કાફલાને જાળવવાની ક્ષમતામાં સુધારો કરશે. ગયા વર્ષે પણ કેટલાક વિમાનો સમાન કરાર હેઠળ ગ્વાલિયર લાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે ફ્રાંસ તરફથી પહોંચાડવામાં આવતા વિમાનની સ્કવોડ્રન હેછળ લાંબા સમય. સુધી ભારતીય સેનામાં મિરાજનું અસ્તિત્વ જોવા મળેશે અને ભારતીય સેનાની તાકાત દિસેને દિવસે બમણી થતી જોઈ શકીશું