Site icon Revoi.in

જમ્મુ ડ્રોન એટેક બાદ વાયુ સેના ભારતીય કંપનીઓ પાસેથી 10 એંટી-ડ્રોન સિસ્ટમો ખરીદશે

Social Share

 શ્રીનગર : જમ્મુ વાયુ સેના સ્ટેશન પર 27 જૂનના દેશના પહેલા ડ્રોન આતંકી હુમલા બાદ ભારતીય વાયુ સેના હવે દસ માનવરહિત વિમાન સિસ્ટમો (સીયુએએસ) મેળવવાની તૈયારીમાં છે. ભારતીય વાયુ સેનાએ CUAS નામની કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ માટે ભારતીય કંપનીઓ પાસેથી પ્રતિક્રિયા માંગવાના સંબંધમાં સુચના માટે એક અનુરોધ જારી કર્યો છે.જેણે વિસ્ફોટકોથી ભરેલા નાના વ્યાપારી રૂપે સુલભ ડ્રોન સામે લડવામાં મદદ કરી છે.

CUAS  નો હેતુ યુએએસને શોધી કાઢવા, ટ્રેક કરવા, ઓળખવા, નિયુક્ત કરવા અને બેઅસર બનાવવાનો છે. લેઝર-ડિરેક્ટેડ એનર્જી વેપન્સ અનિવાર્ય રૂપથી એક ‘કીલ ઓપ્શન’ તરીકે આવશ્યક છે. ભારતીય વિક્રેતાઓએ ડિલિવરી શેડ્યૂલ સ્પષ્ટ કરવું પડશે કારણ કે ઓપચારિક પસંદગી અને ખરીદી પ્રક્રિયા આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં શરૂ થશે. આઇએએફ ડીલ પર હસ્તાક્ષર થતાંની સાથે જ CUAS ની ડિલિવરી શરૂ કરવા માંગે છે અને તેને એક વર્ષમાં પૂર્ણ કરશે.

વિક્રેતાઓએએ પણ સ્પષ્ટ કરવું પડશે કે.શું સીયુએએસ ભારતમાં ડિઝાઇન,પ્રોડ્યુસ અને નિર્મિત કરવામાં આવશે.તેને વિદેશી કંપનીની સાથે પ્રોદ્યોગિક હસ્તાંતરણ કરારના માધ્યમથી બનાવવામાં આવશે. માઈક્રો અને મિની ડ્રોન માટે નો-ફ્લાય ઝોનને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે સીયુએએસએ “મલ્ટિ-સેન્સર, મલ્ટિ-કીલ સોલ્યુશન” પ્રદાન કરવું જોઈએ.