Site icon Revoi.in

એરફોર્સના નવા 39 લશ્કરી એરપોર્ટ નાગરિક ઉડ્ડયન સેવા માટે ઉપયોગમાં લેવાશે

Social Share

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ નાગરિક ઉડ્ડયન સેવા માટે 39 નવા લશ્કરી એરપોર્ટ અને 9 એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ્સ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. તેમાં દેશના અંતરિયાળ સરહદી વિસ્તારોમાં સ્થિત એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. વાયુસેનાની આ પહેલને સામાન્ય લોકો માટે હવાઈ સેવા સુલભ બનાવવા અને દૂરના વિસ્તારોને હવાઈ નકશામાં સામેલ કરવાની દિશામાં સરકારનું એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. સંરક્ષણ મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) સંયુક્ત રીતે આ યોજનાને આકાર કરશે.

વાયુસેના પાસે હાલમાં કુલ 124 એરબેઝ છે. તેમાંથી 60 સંપૂર્ણ રીતે કાર્યરત છે. આ સૈન્ય એરપોર્ટનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવશે. મતલબ કે નાગરિક ઉડ્ડયનની સાથે વાયુસેના પણ તેનો ઉપયોગ કરશે. હાલમાં આવા 23 લશ્કરી એરપોર્ટ છે જેનો ઉપયોગ નાગરિક ઉડ્ડયન માટે થઈ રહ્યો છે. આમાં ગોવા, ગોરખપુર, આદમપુર, દરભંગા, સરવસા, કાનપુર, ઉત્તરલાઈ અને બાગડોગરા મુખ્ય છે. દેશમાં હવાઈ મુસાફરોને સુવિધાઓ મળી રહે તે માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે.

(Photo-File)