દિલ્હી – ઈઝરાયેલ અને ઉગ્રવાદી સંગઠન હમાસ વચ્ચે હાલ પણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે આવી સ્થિતિમાં દરેક દેશ શાંતિ ઈચ્છે છે અને આ બાબતને લઈને ચિંતિત પણ છે ત્યારે એરલાઈન એર ઈન્ડિયાએ ભારતથી તેલ અવીવની તેની નિર્ધારિત ફ્લાઈટ્સ 30 નવેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે.
એર ઈન્ડિયા કંપનીએ ઑક્ટોબર 7 થી તેલ અવીવ, ઇઝરાયેલથી અથવા ત્યાંથી ફ્લાઇટ્સનું સંચાલન કર્યું નથી.હવે આ સંચાલન 30 નવેમ્બર સુધી રદ કરવામાં આવ્યું છે કંપનીના પ્રવક્તાએ રવિવારે જણાવ્યું હતું કે તેલ અવીવની ફ્લાઇટ્સ 30 નવેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે.
એર ઈન્ડિયા સામાન્ય રીતે દિલ્હીથી તેલ અવીવ માટે અઠવાડિયામાં પાંચ ફ્લાઈટ ચલાવે છે. આ ફ્લાઈટ્સ સોમવાર, મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે છે. ગયા મહિને, એરલાઇન્સે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે વધતા જતા સંઘર્ષને પગલે ત્યાંથી ભારતીયોને પરત લાવવા સરકારના ‘ઓપરેશન અજય’ના ભાગરૂપે દિલ્હીથી તેલ અવીવ સુધી કેટલીક ફ્લાઇટ્સનું સંચાલન કર્યું હતું.
ઈઝરાયેલે શરણાર્થી શિબિર પર હુમલો કર્યો, 40 માર્યા ગયા ગાઝા પટ્ટીમાં સ્થિત એક શરણાર્થી શિબિર પર ઈઝરાયેલી સેનાના હુમલામાં 40 લોકો માર્યા ગયા છે. આ હુમલો શનિવાર-રવિવારની રાત્રે થયો હતો જ્યારે કેમ્પમાં મોટાભાગના શરણાર્થીઓ સૂઈ રહ્યા હતા. અન્ય હુમલામાં ગાઝામાં એક જ પરિવારના 21 લોકો માર્યા ગયા. માર્યા ગયેલાઓમાં ઘણી મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આવી સ્થિતિને ધ્યાનમાં લેતા એર ઇન્ડિયાએ ફ્લાઇટનું સંચગલાં ના કરવાનો નિર્ણય લીધો છે .
ઉલ્લેખનીય છે કે ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયલ હુમલામાં વધતા જતા મોતના વિરોધમાં રવિવારે દુનિયાના ઘણા દેશોમાં ઈઝરાયેલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. દરમિયાન, ઇઝરાયેલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગાઝા પર પરમાણુ હુમલાનો વિકલ્પ ખુલ્લો હોવાનું કહીને તેમના એક મંત્રીને કેબિનેટમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.