મુંબઈથી અમેરિકાના નેવાર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને સુરક્ષા કારણોસર લંડનના સ્ટેન્સ્ટેડ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી છે.
બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે વિમાનના લેન્ડિંગ સુધી રોયલ એરફોર્સના ટાઈફૂન ફાઈટર જેટ વિમાનની સાથે રહ્યા હતા.
સ્ટેનસ્ટેડ એરપોર્ટે પોતાના નિવેદનમાં કહ્યું છે કે આ વિમાન સ્થાનિક સમય પ્રમાણે સવારે 10 વાગ્યે અને 15 મિનિટે એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું છે. જો કે હવે તે એક એકાંત સ્થાન પર ઉભું છે અને મુખ્ય ટર્મિનલ પર લેન્ડિંગને કોઈ અસર પડી નથી.
લંડનના હીથ્રો એરપોર્ટ ખાતે એર ઈન્યાના પીઆરઓ દેબાશીષ ગોલ્ડરે પણ પુષ્ટિ કરી છે કે એક પ્રવાસી વિમાનનો માર્ગ સુરક્ષા કારણોસર બદલવામાં આવ્યો છે.
એર ઈન્ડિયાએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી આના સંદર્ભે એક ટ્વિટ કર્યું હતું. પરંતુ બાદમાં તેને ડિલીટ કરી દીધું હતું.