ઉદયપુરથી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ કરતા જ પ્લેનમાં મોબાઈલ ફાટવાની ઘટના- ઈમરજન્સી લેન્ડિગ કરાયું
ઉદયપુરઃ- એરલાઈન્સના ઈમરજન્સિ લેન્ડિંગની ઘટનાો સતત સામે આવી રહી છે તે પછી વિમાનમાં ખામી સર્જવાના કારણે હોય કે અન્ય કારણો સર હોય ત્યારે ફરી ઉદયપુરથી ટચેકઓફ કરતા એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સિ લેન્ડિંગ કરવાનો વારો આવ્યો હતો.
પ્રાપ્ત વિગત પ્રમાણે રાજસ્થાનના ઉદયપુરથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.કારણ કે, ટેક-ઓફ પછી તરત જ એક મુસાફરનો મોબાઈલ ફોન વિમાનમાં ફાટ્યો હતો જેને લઈને પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું
જો કે ઘટનાની સમગ્ર તપાસ બાદ વિમાનને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. પાયલોટે તરત જ એટીએસનો સંપર્ક કર્યો હતો અને સ્થિતિ બગડતા અટકાવી હતી. રાજસ્થાનના ઉદયપુરના ડાબોક એરપોર્ટથી એર ઈન્ડિયાનું એક વિમાન દિલ્હી જવા રવાના થયું ત્યારે આ ઘટના બનવા પામી હતી.
આ વિમાન રોજના સમયે ઇડાન ભરવાની તૈયારીમાં હતું આ દરમિયાન પ્લેનમાં બેઠેલા એક યાત્રીનો મોબાઈલ ફોન ફાટ્યો. મોબાઈલ બ્લાસ્ટ થતાની સાથે જ કેબીનમાં ધુમાડો ઘુમાડો થઈ ગયો હતો જો કે અહી જે યાત્રીો હતા તે ડરી ગયા હતા માહિતી મળતા જ વિમાનના પાયલટે એટીએસનો સંપર્ક કરી ને તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું જેને લઈને કોઈ પણ મોટી દૂર્ઘટના બનતા અટકી છે.