- એર ઈન્ડિયાઃ- આઈસીપીએ વેક્સિનની કરી માંગણઈ કરી
- વેક્સિન ન મળે તો હળતાડની ચીમકી ઉચ્ચારી
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારીએ રોદ્ર રુપ ઘારણ કર્યું છે, અનેક લોકો આ મહામારીમાં જીવ ગુમાવી રહ્યા છે,દેશભરની હોસ્પિટલોમાં બેડ, વેન્ટિલેટર, રેમડેસિવીર અને ઓક્સિજનની ભારે અછત વર્તાઈ રહી છે. સેંકડો લોકો સારવાર વિના મરી રહ્યા છે. આવી સ્થિતિમાં, એર ઇન્ડિયાના પાઇલટ્સની એક સંસ્થા, ઇન્ડિયન કમર્શિયલ પાઇલટ્સ એસોસિએશન એટલે આઈસીપીએ એ માંગ કરી છે કે 18 વર્ષથી વધુની ઉમંરનાફ્લાઈંગ ક્રૂને પ્રાથમિકતાના આધારે વેક્સિન અપાવવી જોઈએ. પાઇલટ્સનું કહેવું છે કે જો આમ ન થાય તો તેઓ ફ્લાઇટ્સનું સંચાલન કરવાનું બંધ કરી દેશે અને હડતાળ પર ઉતરી આવશે.
ઉલ્લેખનીય છે કે, આઈસીપીએ કોરોના પહેલા મળેલ પગાર ફરીથી ચાલુ કરવાની માંગ કરતા એમ કહ્યું છે કે તેના સભ્યો ‘સ્થાનિક બજારમાં સૌથી ખરાબ અને લાંબા સમય સુધી ચાલતા પગારમાં ઘટાડા’ની સજા ભોગવી રહ્યા છે,
આ સંદર્ભમાં, નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીને લખેલા બીજા પત્રમાં, ભારતીય વાણિજ્ય પાયલોટ્સ એસોસિએશનએ જણાવ્યું હતું કે મંત્રી એ પહેલા જે આશ્વાસન આપ્યું હતું, તે મુશ્કેલીના આ પાયલોટ પ્રત્યે એર ઇન્ડિયા મેનેજમેન્ટના કથિત ઉદાસીન વલણ સામે ઢાલ બનીને કાર્ય કર્યું હતું, આ પત્રમાં જણાવ્યું છે, “કોરોના મહામારીના 12 મહિનાથી વધુ સમય થવા છતાં, તે ખૂબ જ નિરાશની વાત છે કે તમારી ઓફિસે પણ અમારી ફરિયાદો તરફ ધ્યાન આપ્યું ન હતું.”
વિતેલા વર્ષે, એર ઇન્ડિયાએ મહામારી વચ્ચે તેના પાઇલટ્સના પગારમાં 55 ટકાનો ઘટાડો કર્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં કુલ ઘટાડામાં પાંચ ટકાનો ઘટાડો થયો હોવા છતાં, કોવિડ પહેલાંના પગારની તુલનામાં પાઇલટ્સને હજુ પણ 50 ટકા પગાર મળી રહ્યો છે.