દિલ્હી એરપોર્ટ પર હ્રદય રોગના હુમલાથી એર ઈન્ડિયાના પાયલોટનું મોત
દિલ્હી – દેશની રાજઘાની દિલ્હી માં એર ઈન્ડિયા ના પાયલોટ ના મોતના સમાચાર સમે આવી રહ્યા છે જાણકારી મુજબ દીલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઈન્ડિયાના પાઈલટનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે.
મૃતક પેલોટની ઓળખ હિમાનિલ કુમાર તરીકે થઈ હતી. 30 વર્ષીય હિમાનિલ કુમાર એરપોર્ટના ટર્મિનલ 3 ખાતે એર ઈન્ડિયાના ઓપરેશન્સ વિભાગમાં તાલીમ સત્રમાં હતા. અચાનક, સાથીદારોએ તેને મદદ કરવાનો પ્રયાસ કર્યો.તેઓને ઘભરામણ થવા લાગી ત્યારબાદ તેઓને તાત્કાલિક એરપોર્ટ પરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ શ્રેષ્ઠ પ્રયાસો છતાં તેમનો જીવ બચાવી શકયો નહીં.
ઘટનાની વધુ જાણકારી પ્રમાણે તાલીમ સત્રમાં હતા, જે અંતર્ગત સિંગલ-સીટ એરક્રાફ્ટ ઉડતા પાઇલોટ્સને મોટા એરક્રાફ્ટ ચલાવવાની તાલીમ આપવામાં આવે છે. અધિકારીએ જણાવ્યું હતું કે, “તેણે 23 ઓગસ્ટે તેની તબીબી પરીક્ષા પાસ કરી હતી અને તેને યોગ્ય માનવામાં આવ્યો હતો, તેણે A320 એરક્રાફ્ટના સંચાલનથી બોઇંગ 777 એરક્રાફ્ટમાં સંક્રમણ માટે 3 ઓક્ટોબરના રોજ તાલીમ શરૂ કરી હતી.
એર ઈન્ડિયા તરફથી આપેલ નિવેદન મુજબ “અમને અમારા સહયોગી કેપ્ટન હિમાનીલ કુમારના નિધનથી દુઃખ થયું છે. કેપ્ટન કુમાર એક વરિષ્ઠ કમાન્ડર હતા જેઓ નિયમિત પ્રક્રિયા તરીકે T3 દિલ્હી એરપોર્ટ પર અમારી ઓપરેશન ઓફિસમાં આવ્યા હતા.” ઓફિસમાં તેને અચાનક બેચેની લાગી. સાથીઓએ તરત જ તેની મદદ કરી. ત્યારપછી તેને એરપોર્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં તેનું મૃત્યુ થયું. એર ઈન્ડિયાની ટીમ કેપ્ટન કુમારના પરિવાર સાથે શોકમાં ઉભી છે.