એર ઈન્ડિયાના વિમાનના એન્જિનમાં આગલાગવાની ઘટના – ઉડાન ભરતી વખતે લાગ લાગતા ફ્લાઈટ પરત ફરી
- એર ઈન્ડિયાના એન્જિનમાં આગ લાગવાની ઘટના
- તાત્કાલિક ફ્લાઈટનું લેન્ડિંગ કરાયું
દિલ્હીઃ- તાજેતરમાં જ એર ઈન્ડિયાના વિમાનમાં ખામી સર્જવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે ફરી એક વખત આ પ્રકારની ઘટના સર્જાય છે.જાણકારી પ્રમાણે અબુ ધાબીથી કાલિકટ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના એક એન્જિનમાં ઉડાન વચ્ચે આગ લાગી હતી.
ઘટના સમયે ફ્લાઈટમાં 184 મુસાફરો સવાર હતા. એર ઈન્ડિયા એક્સપ્રેસે જણાવ્યું કે જેવી જ ફ્લાઈટ ટેકઓફ થઈ અને વિમાન 1000 ફૂટની ઉંચાઈએ પહોંચ્યું ત્યારે વિમાનના પાયલટે એક એન્જિનમાંથી સ્પાર્ક નીકળતો જોયો, જેના પછી તરત જ વિમાનને અબુ ધાબી એરપોર્ટ પર પાછું લેન્ડ કરવામાં આવ્યું. વિમાનના તમામ મુસાફરો સુરક્ષિત હોવાની પણ માહિતી મળી છે. આ બાબતે DGCA એ ઘટનાની પુષ્ટિ એક નિવેદન જારી કરીને કરી છે.
જાણકારીવ આપતા ડીજીસીએ એ કહ્યું કે એર ઇન્ડિયા એક્સપ્રેસની B737-800 VT-AYC ઓપરેટિંગ ફ્લાઇટ IX 348 અબુ ધાબી-કાલિકટમાં ટેકઓફ દરમિયાન એન્જિન નંબર એકમાં આગ લાગવાની ઘટના સર્જાય હતી. તે સમયે વિમાન 1000 ફૂટની ઉંચાઈ પર ઉડાન ભરી રહ્યું હતું. આ પછી એરક્રાફ્ટને સુરક્ષિત રીતે અબુ ધાબીમાં લેન્ડ કરવામાં આવ્યું હતું.
આ સહીત હવે DGCAએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. અગાઉ 23 જાન્યુઆરીએ ત્રિવેન્દ્રમથી મસ્કત જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં ટેકનિકલ ખામીને કારણે 45 મિનિટ પછી ત્રિવેન્દ્રમમાં પાછું લેન્ડ કરવું પડ્યું હતું.