Site icon Revoi.in

મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાનની પુશબેક ટ્રોલીમાં લાગી આગ, સદનસીબે જાનહાની ટળી

Social Share

 

મુંબઈઃ- આજરોજ બપોરે મુંબઈ એરપોર્ટ પર મોટી હોનારત ટળી હતી, પ્રકાપ્ત માહિતી પ્રમાણે સોમવારે મુંબઈ એરપોર્ટ એર ઈન્ડિયાના પ્લેનની પુશ બેક ટ્રોલીમાં આગ લાગવાની ઘટના ઘટી હતી.જો કે આ આગને વિકરાળ સ્વરુપ લીઘુ નહતું અને કોી જાનહાની ખયાના પણ સમાચાર નથી.

આ આગની ઘટના વિમાનને ધક્કો મારનાર વાહનમાં  બની હતી જો કે તેમાં 85 લોકો સવાર હતા. આગને કારણે પ્લેન અને તેના મુસાફરોને કોઈ નુકસાન થયું નથી. હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

પુશ બેક ટ્રોલી મૂળભૂત રીતે ટ્રેક્ટર જેવી જ હોય છે. તેમાંથી એરક્રાફ્ટને ટેક્સીવેથી રનવે પર લાવવામાં આવે છે. તેની સાથે જોડાયેલ એક સળિયો પ્લેનના નોઝ વ્હીલ એટલે કે આગળના વ્હીલ સાથે જોડાયેલો જોવા મળે છે. પછી તે પ્લેનને રનવે પર ઘકેલી દે છે. ત્યારપછી ટ્રોલીને હટાવી લેવામાં આવે છે અને પ્લેન ટેક ઓફ માટે રનવે પર દોડવા લાગે છે. ત્યાર આ જ પ્રોસેસ વખતે આગની ઘટનાબની હતી સદનસીબે જાનહાની ટળી હતી