1. Home
  2. ગુજરાતી
  3. એર ઈન્ડિયાએ સાઉદી જતી ફ્લાઈટનું સંચાલન અટકાવ્યું – કિંગડમ એ તમામ આંતરાષ્ટ્રીય ફ્લાઈટની સેવા વિલંબીત કરી
એર ઈન્ડિયાએ સાઉદી જતી ફ્લાઈટનું સંચાલન અટકાવ્યું – કિંગડમ એ તમામ આંતરાષ્ટ્રીય ફ્લાઈટની સેવા વિલંબીત કરી

એર ઈન્ડિયાએ સાઉદી જતી ફ્લાઈટનું સંચાલન અટકાવ્યું – કિંગડમ એ તમામ આંતરાષ્ટ્રીય ફ્લાઈટની સેવા વિલંબીત કરી

0
Social Share
  • એર ઈન્ડિયાએ સાઉદી જતી ફ્લાઈટસનું સંચાલન અટકાવ્યું
  • કિંગડમને ‘રિન્યુએબલ વીક’ માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સ્થગિત કરી
  • જરુર પડવા પર આ પ્રતિબંધ લંબાવામાં આવી શકે છે
  • 21 ડિસેમ્બર મધરાત્રીથી પ્રતિબંધ લગાવાયો

 દિલ્હીઃ-એર ઇન્ડિયાએ સાઉદી અરેબિયાની તેની તમામ ફ્લાઇટ્સ તાત્કાલિક ઘોરણે અટકાવી દીધી છે કારણ કે કિંગડમને ‘રિન્યુએબલ વીક’ માટે તેની તમામ આંતરરાષ્ટ્રીય કમર્શિયલ ફ્લાઇટ્સ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે એર ઈન્ડિયા તરફથી આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે યુરોપિયન દેશોમાં કોરોના વાયરસનો નવે પ્રકાર જોવા મળી રહ્યો છે.

સાઉદીની જનરલ ઓથોરિટી ઓફ સિવિલ એવિએશને  સોમવારે કહ્યું હતું કે, જરૂર પડવા પર આ પ્રતિબંધ એક સપ્તાહ માટે વધારવામાં આવી શકે છે,ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન પ્રકાર પ્રકાશમાં આવ્યા બાદ યૂરોપિય સંઘના ઘણા દેશોએ બ્રિટનથી પોતાની ઉડાન પર રોક લગાવી છે, સુત્રો પાસેથી જાળવા મળતી વિગત પ્રમાણે સાઉદી અરેબીયાએ પણ એક અઠવાડિયા માટે બંદરો બંધ રાખ્યા છે.

વિદેશી એરલાઇન્સ જે હાલ દેશમાં છે તે પોતાની ઉડાન ભરી શકે છે. ઉડાન પર પ્રતિબંધનો આ આદેશ 21 ડિસેમ્બરે મધ્યરાત્રીથી લાગુ કરવામાં આવ્યા છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ આદેશથી માલવાહક જહાજોને છૂટમળી  રહેશે.

જેદ્દાહ અને રિયાધથી હૈદરાબાદ અને અન્ય ભારતીય શહેરોની વિવિધ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એનઆરઆઈ તેમની વાર્ષિક રજાનો લાભ લેવા માટે વર્ષના અંત પહેલા ઘરે પરત આવી રહ્યા હોવાથી ભારતની તમામ ફ્લાઇટ્સ સંપૂર્ણ બુક થઈ હતી. એર ઈન્ડિયાના અધિકારી મોહમ્મદ ફૈઝે આ અંગે કહ્યું હતું કે, “જ્યાં સુધી ફ્લાઇટની પરવાનગી આપવામાં નહીં આવે  ત્યાં સુધી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવશે.”

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code