દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી હમાસ ઈઝરાય વચ્ચે સુદ્ધ ચાલી રહ્યું છે અક મહિના જેટલો સમય થવાનો ત્યારે હવે એર ઈન્ડિયાએ પોતાની તેલ અવીવની ફ્લાઈટ રદ કરી દીધી છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે વધી રહેલા સંઘર્ષને પગલે ઈન્ડિયન એરલાઈન્સે ફ્લાઈટ કેન્સલેશનની મુદત લંબાવી છે.
જાણકારી અનુસાર એરલાઈને 7 ઓક્ટોબરથી તેલ અવીવ માટે અને ત્યાંથી કોઈ પણ નિર્ધારિત ફ્લાઈટ્સનું સંચાલન કર્યું નથી. હવે 2 નવેમ્બર સુધી ફ્લાઈટ્સ કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.એર ઈન્ડિયાના એક અધિકારીએ બુધવારે કહ્યું કે તેલ અવીવ માટે નિર્ધારિત ફ્લાઈટ્સ બે નવેમ્બર સુધી સસ્પેંડ કરી દેવામાં આવી છે. એર ઈન્ડિયાએ સાત ઓક્ટોબરથી તેલ અવીવ માટે અને ત્યાંથી કોઈ શેડ્યુલ્ડ ફ્લાઈટ સંચાલિત નથી કરી.
વઘુ વિગત પ્રમાણે એર ઈન્ડિયા સામાન્ય રીતે દિલ્હીથી તેલ અવીવ સુધીની પાંચ સાપ્તાહિક ફ્લાઈટ્સનું સંચાલન કરે છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ સોમવાર, મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ માટે નિર્ધારિત છે. પરંતુ ઈઝરાયેલમાં હમાસના લડવૈયાઓ દ્વારા કરવામાં આવેલા ભયાનક નરસંહાર બાદ ત્યાંની સ્થિતિ વધુ વણસી ગઈ છે.
ત્યારે હવે આવી સ્થિતિમાં, એર ઈન્ડિયાએ 7 ઓક્ટોબરથી તેલ અવીવ માટે કોઈ નિર્ધારિત ફ્લાઇટનું સંચાલન કર્યું નથી. જ્યારે ભારત સરકારે અત્યાર સુધી ઇઝરાયેલથી ભારતીયોને પરત લાવવા માટે એરલાઇન્સ દ્વારા કેટલીક ચાર્ટર્ડ ફ્લાઇટ્સનું સંચાલન કર્યું હતું.અને જોકે કંપનીનું કહેવું છે કે તે જરૂરીયાતના હિસાબથી ભારતીયોને ઈઝરાયલથી પરત લાવવા માટે ચાર્ટર્ડ ફ્લાઈટ્સ ઓપરેટ કરશે.