દિલ્હીઃ- એવિએશન કંપની એર ઈન્ડિયા પોતાના યાત્રીઓની સુવિઘાને વઘધુ સરળ અને સુગમ બનાવવા જઈ રહી છે જાણકારી પ્રમાણે આગામી છ મહિનામાં 30થી વધુ નવા એરક્રાફ્ટ પોતાના બેડામાં સામેલ કરશે
આ બાબતને લઈને જામકારી પ્રમામે કંપની 400 સાપ્તાહિક ફ્લાઈટ્સ પણ ઉમેરી શકે છે અને ભારતની બહાર ચાર નવા સ્થળો માટે ફ્લાઈટ્સ શરૂ કરી શકે છે. તેના હાલના નેટવર્ક અને કાફલાના વિસ્તરણના પ્રયાસો વિશે માહિતી આપતાં, ટાટા ગ્રૂપ એરલાઈને જણાવ્યું હતું કે ઉત્તર અમેરિકા, યુરોપ અને દક્ષિણપૂર્વ એશિયામાં આંતરરાષ્ટ્રીય વિસ્તરણની યોજના છે.
વઘધુમાં આ મામલે એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે શિયાળુ કાર્યક્રમના ભાગ રૂપે, તે માર્ચ 2024 સુધીમાં તેના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં 400 થી વધુ સાપ્તાહિક ફ્લાઈટ્સ ઉમેરવા માંગે છે. આ વર્ષનું શિયાળાનું સમયપત્રક આવતા વર્ષે 29 ઓક્ટોબરથી 30 માર્ચ સુધી અમલી છે. આગામી છ મહિનામાં પ્રસ્તાવિત નવા એરક્રાફ્ટ ઇન્ડક્શનના આધારે, એર ઈન્ડિયાએ બહુવિધ સ્થાનિક રૂટ પર 200 થી વધુ સાપ્તાહિક ફ્લાઈટ્સ અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક પર 200 થી વધુ સાપ્તાહિક ફ્લાઈટ્સ ઉમેરવાનું લક્ષ્ય રાખ્યું છે, જેમાંથી 80 થી વધુ સાપ્તાહિક ફ્લાઈટ્સ પહેલેથી જ કાર્યરત છે.
આ સાથે જ હવે આવનારા વર્ષના મહિના માર્ચ 2024 સુધી, એર ઈન્ડિયા તેના કાફલામાં 30 થી વધુ વાઈડ બોડી અને નેરોબોડી એરક્રાફ્ટને સામેલ કરવાની અપેક્ષા રાખે છે,” એર ઈન્ડિયાએ એક રિલીઝમાં જણાવ્યું હતું