વાયુસેનાના નવા વાઇસ ચીફ બન્યા એર માર્શલ આશુતોષ દીક્ષિત બન્યા, એરફોર્સના આધુનિકીકરણનો હવાલો સંભાળશે
- વાયુસેનાના નવા વાઇસ ચીફની નિમણૂક
- નવા ચીફ બન્યા એર માર્શલ આશુતોષ દીક્ષિત બન્યા
- એરફોર્સના આધુનિકીકરણનો હવાલો સંભાળશે
દિલ્હીઃ- વાયુસેનાના નવા વાઇસ ચીફ તરીકે એર માર્શલ આશુતોષ દીક્ષિતને નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ વાયુસેનાના આધુનિકીકરણની જવાબદારી સંભાળતા જોવા મળશે.
આ સહીત એર માર્શલ આશુતોષ દીક્ષિતને 06 ડિસેમ્બર 1986ના રોજ 138 કોર્સના ભાગ રૂપે કમિશન્ડ કરવામાં આવ્યા હતા અને તેમણે મિગ-21, મિગ-29 અને મિરાજ 2000 જેવા વિવિધ વિમાનો ઉડાવ્યાનો પણ તેઓ સારો એવો અનુભવ ધરાવે છે.
જાણકારી અ નુસાર દીક્ષિત 23 વર્ષથી એરફોર્સમાં સેવા આપતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેણે 20 થી વધુ પ્રકારના એરક્રાફ્ટમાં 3200 કલાક ઉડાન ભરી છે.આથી વિશેષ એરમાર્દીશલ ક્ષિત ક્વોલિફાઇડ F1 રેસિંગ પ્રશિક્ષક અને પ્રાયોગિક ટેસ્ટ પાઇલટ છે.
આ ઉપરાંત, દીક્ષિત એરફોર્સ ટેસ્ટ પાઇલટ સ્કૂલમાં પ્રશિક્ષક, નવી રચાયેલી મિરાજ 2000 સ્ક્વોડ્રન અને ફ્લાઇટ ટેસ્ટ સ્ક્વોડ્રનના સીઓ પણ રહી ચૂક્યા છે. તે ક્વોલિફાઈડ ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર, ટેસ્ટ પાઈલટ છે અને તેણે બાંગ્લાદેશમાં તેમનો સ્ટાફ કોર્સ પૂર્ણ કર્યો છે.