- વાયુસેનાના નવા ઉપ પ્રમુખ તરીકે એર માર્શલ સંદીપ સિંહની નિયૂક્તિ
- વી.આર ચોધરી સંભાળશે પ્રમુખ પદનો કાયર્ભાર 30 સપ્ટેમ્બરથી સંભાળશે
દિલ્હીઃ તાજેતરમાં જ ભારતીય વાસુેનાના પદભઆરમાં બદલાવ કરવામાં આવ્યો છે ત્યારે હવે એર માર્શલ સંદીપ સિંહને ભારતીય વાયુસેનાના નવા ડેપ્યુટી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ એર માર્શલ વી આર ચૌધરીની જગ્યા લેશે.તો બીજી તરફ વી આર ચૌધરી 30 સપ્ટેમ્બરના રોજ એર સ્ટાફના વડા તરીકેનો કાર્યભાર સંભાળશે. તેમને તાજેતરમાં નવા ચીફ ઓફ એર સ્ટાફ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
એર માર્શલ બલભદ્ર રાધા કૃષ્ણને ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ તરીકે ઈન્ટિગ્રેટેડ રક્ષા સ્ટાફના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. એ જ રીતે એર માર્શલ અમિત દેવને વેસ્ટર્ન એર કમાન્ડના આગામી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ ઈસ્ટર્ન એર કમાન્ડના વડા છે.
એર માર્શલ સંદીપ સિંહને 22 ડિસેમ્બર 1983 ના રોજ ફાઈટર એરક્રાફ્ટ પાઈલટ તરીકે ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. તેઓની પાસે 4 હજાર 150 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે. તેઓ Su-30 MkI, મિગ -29 અને મિગ -21 વિમાન ઉડાડવામાં સક્ષમતા ધરાવે છે. તેઓ મિગ -21 સ્ક્વોડ્રનના ફ્લાઇટ કમાન્ડર અને એરફોર્સ ટેસ્ટ પાયલટ સ્કૂલમાં પ્રશિક્ષક પણ રહી ચૂક્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા 21 સપ્ટેમ્બરના રોજ એર માર્શલ વી.આર.ચૌધરીને દેશના આગામી એર સ્ટાફ ચીફ બનાવવાનો નિર્ણય કર્યો હતો. ચૌધરી અત્યારે નાયબ ચીફ ઓફ એર સ્ટાફ છે. વર્તમાન વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયા 30 સપ્ટેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. તેમની જગ્યાએ સૌધરી કાર્યભઆર સંભાળશે,