Site icon Revoi.in

દિલ્હીમાં એર પોલ્યુશને વધારી ટેન્શન,AQI અત્યંત ખરાબ શ્રેણીમાં

Social Share

દિલ્હી: ઠંડીની શરૂઆત થતાની સાથે જ દેશની રાજધાની દિલ્હીનું વાતાવરણ ફરી એકવાર લોકો માટે સમસ્યારૂપ બની રહ્યું છે. ઓક્ટોબરથી દિલ્હીની હવા ખરાબ હાલતમાં છે. SAFAR એ બુધવારે દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 336 નો રેકોર્ડ કર્યો છે. એટલે કે દિલ્હીની હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે. આ પહેલા સોમવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં AQI 400ને પાર કરી ગયો હતો.

દિલ્હીની હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં હોવાને કારણે કર્તવ્ય પંથ પર હળવું ઝાકળ છે. એક મોર્નિંગ વોકરનું કહેવું છે કે, “ઓક્ટોબર બાદ  હવાની ગુણવત્તા ખરાબ થઈ ગઈ છે. શહેરમાં આ સમયગાળા દરમિયાન પ્રદૂષણને કારણે હું થોડી અસ્વસ્થતા અનુભવતો હતો.”

છેલ્લા કેટલાક દિવસોથી રાજધાનીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિને જોતા દિલ્હી સરકારે GRAP-2 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બુધવાર સવારથી લાગુ થઈ ગયો છે. તેનો હેતુ દિલ્હીમાં પ્રદૂષણને નિયંત્રિત કરવાનો છે. હવે દિલ્હીમાં રહેતા અને પોતાના વાહનોમાં રાજધાનીમાંથી પસાર થતા લોકોએ ગ્રુપ 2ના નિયમોનું પાલન કરવું પડશે.દિલ્હીમાં પ્રદૂષણના વધતા જોખમને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે કહ્યું હતું કે ગ્રેપ -2 ની જોગવાઈઓ લાગુ થયા પછી 1 નવેમ્બરથી અન્ય રાજ્યોની ડીઝલ બસો દિલ્હીમાં પ્રવેશી શકશે નહીં.

દિલ્હી સરકારના પરિવહન વિભાગે 1 નવેમ્બરથી દિલ્હીમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને પંજાબથી આવતી ડીઝલ બસો પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર બહાર પાડ્યો છે. હવે માત્ર BS6 કેટેગરીની ડીઝલ બસોને જ દિલ્હીમાં પ્રવેશ આપવામાં આવશે. આ સિવાય સીએનજી અને ઈલેક્ટ્રીક બસોની એન્ટ્રી પણ રહેશે.