- અમદાવાદના અનેક વિસ્તારમાં એક્યુઆઈ 100ને પાર
- રખિયાલમાં એક્યુઆઈ 217 અને નવરંગપુરામાં 201 નોંધાયો
- હવાનું પ્રદુષણ અટકાવવા તંત્ર આવ્યું હરકતમાં
અમદાવાદઃ દેશમાં શિયાળાના પ્રારંભ સાથે જ દેશની રાજધાની દિલ્હીમાં હવાનું પ્રદુષણ ઉચ્ચસ્તર ઉપર પહોંચ્યું છે. તેમજ તંત્ર દ્વારા પ્રદુષણને અટકાવવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ગુજરાતના પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં પણ હવાના પ્રદુષણમાં નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ વધીને 200ને પાર પહોંચ્યો છે. અમદાવાદ શહેરમાં હવાના પ્રદુષણમાં નોંધપાત્ર વધારો થયા શ્વાસની બીમારીથી પીડિતા દર્દીઓની મુશ્કેલીમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના રખિયાલમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 217 અને નવરંગપુરા વિસ્તારમાં 201ને પાર પહોંચ્યો છે. જ્યારે પાટનગર ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં એક્યુઆઈ વધીને 286 ઉપર પહોંચ્યો છે. શહેરમાં મોટાભાગના વિસ્તારમાં એર ઇન્ડેક્સનો આંકડો 100 ઉપર નોંધાયો છે. અમદાવાદ શહેર અને ગાંધીનગરમાં હવાનું પ્રદુષણ વધતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પ્રદુષણને અટકાવવા માટે મનપા તંત્ર દ્વારા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 0 થી 50 સુધીની એર ક્વોલીટીને સારી કહેવાય છે. તો 50 થી 100ની એર ક્વોલીટી સામાન્ય કહેવાય છે. જ્યારે 100 થી 200 માં આવતી એર ક્વોલીટી ખરાબ કહેવાય છે. અમદાવાદમાં હાલ 150થી વધુ એર ક્વોલોટી ઇન્ડેક્સનો આંકડો નોંધાયો છે. જે ખૂબ જ ગંભીર બાબત છે.