Site icon Revoi.in

અમદાવાદમાં દિવાળીના ફટાકડા ફૂટ્યા બાદ હવાના પ્રદૂષણમાં વધારો, AQIનો ગ્રાફ 150ને પાર થયો

Social Share

અમદાવાદઃ શહેરમાં વસતિમાં વધારો થતાં વાહનોની સંખ્યામાં વધારો થયો છે. સાથે જ નવી બાંધકામ સાઈટ્સને લીધે માટી અને રજકણો હવાને વધુ પ્રદૂષિત કરી રહ્યા છે.  દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાં ફુટવાને લીધે પ્રદુષણમાં ચિંતાજનક વધારો થયો છે. જો પ્રદુષણ ઘટાડવા માટે કોઈ ઠોસ પગલાં લેવામાં નહીં આવે તો અમદાવાદની સ્થિતિ દિલ્હી જેવી થતાં વાર નહીં લાગે, શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સમાં વધારો થતા હવા દૂષિત બની છે. AQI 164 પર પહોચ્યો છે. શહેરના વટવા જીઆઇડીસી વિસ્તારમાં 171 AQI  નોંધાયો હતો. કઠવાડા અને મણિનગર 169 AQI સાથે બીજા નંબર પર છે. સામાન્ય રીતે સૌથી વધારે AQI ધરાવતો પીરાણા અને ગ્યાસપુર વિસ્તારમાં 168 AQI પર પહોંચ્યો છે. શહેરના તમામ વિસ્તારનો સરેરાશ  AQI 150ને પાર થયો છે.

ગુજરાતના અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં  પ્રદૂષિત હવાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. રાજ્યમાં સૌથી વધુ પ્રદુષિત હવા અમદાવાદમાં છે. દિવાળી તહેવારોમાં ફટાકડાં ફોડવાને લીધે  હવા પ્રદૂષિત થઈ છે. એર ક્વોલિટી ઈન્ડેક્સમાં વધારો થતા હવા દૂષિત બની છે. શહેરના વસ્ત્રાલથી બોપલ અને નારોલથી નરોડ સુધીની હવા પ્રદુષિત બની છે. જો આવી જ સ્થિતિ રહી તો અમદાવાદ દિલ્હીની હરોળમાં આવી જશે.

અમદાવાદ શહેરનો એર ક્વોલીટી ઈન્ડેક્ષ 164 પર પહોચ્યો છે.  ઓવરઓલ શહેરનો PM 2.5 થયો છે. વટવા જીઆઇડીસી વિસ્તાર સૌથી વધારે 171 AQI સાથે સૌથી વધારે પ્રદુષિત બની છે. કઠવાડા અને મણિનગર 169 AQI સાથે બીજા નંબર પર છે. સામાન્ય રીતે સૌથી વધારે AQI ધરાવતો પીરાણા અને ગ્યાસપુર વિસ્તારમાં 168 AQI પર પહોંચ્યો છે. શહેરના તમામ વિસ્તારનો AQI 150ને પાર થયો છે.  AQI 150ની ઉપર જતાં પ્રદુષિત હવાને ધ્યાને રાખી પુઅર કેટેગરીમાં મુકવામાં આવ્યું છે. શ્વાસ સંબંધી દર્દીઓ બાળકો, વૃધ્ધા, હૃદય અને ફેફસાના દર્દીઓને તકલીફો થઇ શકે છે. તો બીજી તરફ, અમદાવાદમાં એઆઇક્યુ દર્શાવતા એલઇડી બોર્ડ લાંબા સમયથી બંધ સ્થિતિમાં છે. નાગરિકો હવાની સ્થિતિની સાચી પરિસ્થિતિ જાણી શક્તા નથી. 80 થી 120 ઈન્ડેક્સ હોય તો એવરેજ નબળી અને 120 થી 300 ઈન્ડેક્સ હોય તો અત્યંત નબળી કેટેગરી ગણવામાં આવે છે.