દિલ્હીમાં હવાની ગુણવત્તામાં સુધારો, આ અઠવાડિયા દરમિયાન ગ્રેટરનોઈડાની હવા બની શુદ્ધ
દિલ્હી- દેશની રાજધાની દિલ્હીમાં છએલ્લા કેટલાક દિવસથી વરસાદનું જોર યથાવત રહ્યું છે જેના કારણે અનેક સ્થળોએ પાણી પણ ભરાયા હતા જો કે આ સ્થિતિ વચ્ચે દિલ્હીની હવામાં સુધારો નોંધાયો છે આ અઠવાડિયા દરમિયાન દિલ્હીવાસીઓને શુદ્ધ હવા મળી રહેશે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ખાસ કરીને ગ્રેટર નોઈડામાં હવાની ગુણવત્તા વધુ સુઘરતી જોવા મળી છેજો વિતેલા દિવસની વાત કરીએ તો અહીના લોકોએ રવિવારે સ્વચ્છ હવામાં શ્વાસ લીધો હતો.આ સાથએ જ વિઝિબિલીટી પણ સાફ જોવા મળી રહી હતી.
દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 65 નોંધાયો હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્રારા આ માહિતી આપવામાં આવી છે. આ સહીત આજરોજ સોમવારે પણ હવાની ગુણવત્તા સારી રહેવાની શક્યતાઓ નોંધાઈ છે. આ સમય દરમિયાન આકાશ વાદળછાયું રહેશે અને હળવા ઝરમર વરસાદની શક્યતા છે.સાથે જ હવાની ગુણવત્તા સાફ રહેશે.દિલ્હીમાં પણ લાંબા સમય બાદ સુધારો જોવા મળ્યો છે. દિલ્હી NCRના વિસ્તારોની વાત કરીએ તો, AQI ફરીદાબાદમાં 51, ગાઝિયાબાદમાં 64, ગ્રેટર નોઈડામાં 50, ગુરુગ્રામમાં 62 અને નોઈડામાં 61 નોંધાયો હતો.
દિલ્હીમાં હાલની વાત કરીએ તો વરસાદ અને હવામાનને કારણે વાતાવરણ સ્વચ્છ જોવા મળી રહ્યું છે.જેથી કરીને સમગ્ર અઠવાડિયા દરમિયાન દિલ્હીના લોકોને સ્વચ્છ હવા મળશે. અન્ય રાજ્યોની સાથે સાથે દિલ્હીમાં પણ સમયાંતરે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે હવાની ગુણવત્તામાં ઘણો સુધારો થયો છે.
આ સહીતપવન ઉત્તર-પશ્ચિમ દિશામાં 10-18 પ્રતિ કિલોમીટરની ઝડપે આગળ વધી શકે છે. સીપીસીબી પ્રમાણે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં પણ હવાની સ્થિતિ સંતોષકારક રહેવાની ધારણા છે. દિલ્હી-એનસીઆરમાં સૌથી સ્વચ્છ હવા ગ્રેટર નોઈડામાં નોંધાઈ હતી. જુલાઈ મહિનામાં વરસાદ અને પવનના કારણે સુધારો જોવા મળી રહ્યો છે.