દિલ્હી- દેશની રાજધાની દિલ્હીમાં દિવાળી પહેલથીજ પ્રદૂષણ જોવા મળી રહ્યું છે જોકે વરસાદ બાદ તેના સ્તરમાં ઘટાડો થયો હતો પરંતુ હવે ફરી એક વખત દિલ્હીની હવા પ્રદૂષિત બનતા લોકોનું શ્વાસ લેવું મુશ્કેલ બન્યું છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા મુજબ, AQI આનંદ વિહારમાં 411, દ્વારકામાં 417, ITOમાં 415, RK પુરમમાં 418, પતપરગંજમાં 416 હતો. ઉલ્લેખનીય છે કે શૂન્ય અને 50 ની વચ્ચેનો AQI ‘સારું’, 51 અને 100 ‘સંતોષકારક’, 101 અને 200 ‘મધ્યમ’, 201 અને 300 ‘નબળું’, 301 અને 400 ‘ખૂબ જ નબળું’, 401 અને 450 ‘ગંભીર’ અને 450 થી વધુ ગણવામાં આવે છે. ‘
રાષ્ટ્રીય રાજધાનીની 24-કલાકની સરેરાશ AQI, જે દરરોજ સાંજે 4 વાગ્યે નોંધાય છે, બુધવારે 401 હતી. મંગળવારે 397, સોમવારે 358 અને રવિવારે 218 અને શનિવારે 220 હતી. બુધવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું 27.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઓછું 10.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
પાડોશી ગાઝિયાબાદ (378), ગુરુગ્રામ (297), ગ્રેટર નોઇડા (338), નોઇડા (360) અને ફરીદાબાદ (390)માં પણ ખૂબ જ નબળી હવાની ગુણવત્તા નોંધવામાં આવી છે. વાયુ પ્રદૂષણની વધતી જતી સમસ્યાને અંકુશમાં લેવાના તેના પ્રયાસોના ભાગરૂપે, દિલ્હી સરકાર CNG, વીજળી અને BS-VI ડીઝલ પર ચાલતી બસો સિવાયની પેસેન્જર બસો પર રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદશે તેવી શક્યતા છે, સમાચાર એજન્સી પીટીઆઈએ અહેવાલ આપ્યો છે. આગરાથી 1 દિવસની ગ્વાલિયર ટૂર