- રાતે અને સવારે ધુમ્મસની સંભાવના વ્યક્ત કરાઈ
- દિલ્હીના અનેક વિસ્તારમાં એક્યુઆઈ 400ને પાર
નવી દિલ્હીઃ દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં હવાની ગુણવત્તા ખૂબ જ નબળી શ્રેણીમાં છે. આજે સવારે 7 વાગ્યા સુધી દિલ્હીમાં સરેરાશ હવાની ગુણવત્તા 371 નોંધાઈ હતી. દિલ્હીના કેટલાક ભાગોમાં તે 400 થી વધુ હતો. તે દિલ્હીના જહાંગીરપુરીમાં 426, આનંદ વિહારમાં 410, સોનિયા વિહારમાં 400, રોહિણીમાં 397 અને ચાંદની ચોકમાં 359 માપવામાં આવ્યું હતું.
હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસ સુધી દિલ્હી-એનસીઆરમાં રાત્રે અને સવારે ધુમ્મસ અને હળવા ધુમ્મસની સંભાવના વ્યક્ત કરી છે. હવાની ગુણવત્તાના સંદર્ભમાં, 200 થી 300 ની AQI “નબળી”, 301 થી 400 “ખૂબ નબળી”, 401 થી 450 “ગંભીર” અને 450 થી વધુ “ગંભીર વત્તા” ગણવામાં આવે છે.
કેન્દ્રએ તેના કર્મચારીઓ માટે કામના કલાકો નક્કી કર્યા છે. કેન્દ્રીય કર્મચારી મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, કર્મચારીઓને વાહનોના પ્રદૂષણને ઘટાડવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઓફિસો સવારે 9 થી સાંજના 5:30 અથવા સવારે 10 થી સાંજના 6:30 વાગ્યા સુધી ખુલી શકશે.ગંભીર વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ કડક પગલાં લીધા છે અને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) માં ફેરફારો કર્યા છે.