દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ 430ને પાર – લોકોનું ઝેરીલી હવા વચ્ચે શ્વાસ લેવું બન્યું મુશ્કેલ
- દિલ્હીની હવા ગંભીર શ્રેણીમાં નોંધાય
- પરાળી બાળવાને કારણે હવામાં ઘીમાડાનું સ્તર વધ્યું
- લોકોને શ્નાસ લેવું બની રહ્યું છે મુશ્કેલ
દિલ્હીઃ- દિલ્હી દેશની રાજધાની દિલ્હીમાં વાયુપ્રદુષણનું સ્તર દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને તંત્ર દ્રારા અનેક પગલા લેવામાં આવ્યા હોવા છત્તા હજી પણ એર ક્લોલિટી ઈન્ડેક્ષ 430ને પાર જોવા મળ્યો છે જે હવાની નબળી ગુણવત્તા દર્શાવે છે જેના કારણે હવા એચલી ઝેરીલી બનતી જઈ રહી છે કે શ્વાસના દર્દીઓનું શ્વાસ લેવુ મુશ્કેલ બન્યું છે,તો ડોક્ટોર્સ એ બાળકો અને વૃદ્ધોને સવારના સમયે ઘરમાં જ રહેવાની સૂચના આપી છે.
દિલ્હીના પ્રદૂષણમાં પરાળી બાળવાની ઘટનાનો મોટો ફાળો રહ્યો છે. પંજાબ તથા દિલ્હી આજૂબાજુના વિસ્તારમાં પરાળી સળગાવાને કારણે પ્રદુષણ વધી રહ્યું છે. દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 430 છે. ક્રિટિકલ ગ્રેડ હવાની ગુણવત્તા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે.
દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને કારણે હવાની ગુણવત્તા સતત ઘટી રહી છે. હાલમાં નોઈડામાં AQI 529, ગુરુગ્રામમાં 478 અને ધીરપુરની આસપાસ 534 નોંધવામાં આવ્યો છે. દિલ્હીનો કુલ AQI હાલમાં 431 નોંધાયેલ છે. દિલ્હી એનસીઆરની હવા ગંભીર શ્રેણીમાં યથાવત છે.