અમદાવાદમાં વરસાદી હવામાનને કારણે વિમાની સેવાને અસર, ત્રણ ફ્લાઈટસ ડાઈવર્ટ, બે કેન્સલ
અમદાવાદઃ શહેરમાં વરસાદી વાતાવરણને લીધે વિમાની સેવાને અસર થઈ હતી. જેમાં ત્રણ ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી, તેમજ બે ફ્લાઈટસ કેન્સલ કરવામાં આવી હતી.જેમાં ઈન્ડિગોની પૂણેથી અમદાવાદ અને લખનઉ -અમદાવાદની ફ્લાઈટ સામેલ છે. જ્યારે જે ફલાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી તેમાં સવારે દહેરાદૂનથી અમદાવાદ, મુંબઈથી અમદાવાદ અને જયપુરથી અમદાવાદ એમ ત્રણ ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી.
ગુજરાતભરમાં મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થવાથી મેઘમહેર જોવા મળી રહી છે.જેમાં અમદાવાદ શહેરમાં પણ ગુરૂવારે ભારે પવન સાથે ઘણાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેની સીધી અસર હવાઈ માર્ગ પર પડી હતી. દિવસ દરમિયાન અમદાવાદ આવી રહેલી ત્રણ ફલાઈટ્સ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. અને ઘણી ફ્લાઈટ મોડી ચાલી રહી છે. તો બે ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. બંને ફ્લાઈટ અમદાવાદ આવતી ફ્લાઈટો હતી . ઈન્ડિગોની પૂણેથી અમદાવાદ અને લખનઉ -અમદાવાદની ફ્લાઈટ સામેલ છે. જે ફલાઈટ ડાયવર્ટ કરવામાં આવી તેમાં સવારે દહેરાદૂનથી અમદાવાદ, મુંબઈથી અમદાવાદ અને જયપુરથી અમદાવાદ એમ ત્રણ ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. ખરાબ હવામાન હોવાના કારણે ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હોવાનું એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું હતું.
એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોએ ઉમેર્યું હતું કે, દહેરાદૂન અને મુંબઈથી આવતી બંને ફલાઈટને ઈન્દોર ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે જયપુરથી અમદાવાદ આવતી ફ્લાઈટ વડોદરા ડાયવર્ટ થયેલી છે. હજુ પણ બે -ત્રણ દિવસ વાતાવરણમાં ભારે પવન સાથે વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના સેવાઈ રહી છે. જેથી હજુ પણ ફ્લાઈટ ડાયવર્ટ કે મોડી થઈ શકે છે.