Site icon Revoi.in

ઉત્તરપ્રદેશના એર સેવામાં કરાશે વધારો, ઘણા શહેરોમાં નવી એરસ્ટ્રીપ્સ બનાવાશે

Social Share

લખનૌઃ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં યોગી સરકારનું બજેટ રજુ કરતા નાણામંત્રી સુરેશ ખન્નાએ જાહેરાત કરી હતી કે, રાજ્યમાં એર કનેક્ટિવિટી વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉદ્દેશ્ય ભારત સરકારની પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ (RCS-‘UDAN’) અને રાજ્ય સરકારની “ઉત્તર પ્રદેશ નાગરિક ઉડ્ડયન પ્રમોશન પોલિસી” દ્વારા પૂર્ણ કરવામાં આવી રહ્યો છે. પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં ચાલુ નાણાકીય વર્ષમાં હવાઈ મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યામાં 19.2 ટકાનો વધારો થયો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  એર કનેક્ટિવિટી માટે પસંદ કરાયેલા એરપોર્ટ, અલીગઢ, આઝમગઢ, મુરાદાબાદ, શ્રાવસ્તી અને ચિત્રકૂટ વિકસાવવામાં આવ્યા છે અને મેયરપુર (સોનભદ્ર) અને સરસાવા (સહારનપુર) એરપોર્ટના વિકાસનું કાર્ય પ્રગતિમાં છે.  અયોધ્યામાં ‘મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ’ વિકસાવવામાં આવ્યું છે. અયોધ્યામાં એરપોર્ટની સ્થાપના અને વિસ્તરણ માટે 150 કરોડ રૂપિયાની જોગવાઈનો પ્રસ્તાવ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  એરસ્ટ્રીપ્સના બાંધકામ, વિસ્તરણ અને મજબૂતીકરણ અને જમીન સંપાદન માટે જમીન ખરીદી માટે રૂ. 1100 કરોડની જોગવાઈનો પ્રસ્તાવ છે.  ગૌતમબુધ નગર જિલ્લાના જેવરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સ્થાપના અને જમીન ખરીદવા માટે રૂ. 1150 કરોડની જોગવાઈનો પ્રસ્તાવ છે.