Site icon Revoi.in

આજે વાયુ સેના દિવસપર ચંદિગઢ ખાતે એર-શો નું આયોજન – રાષ્ટ્રપતિ મુર્મુ અને રક્ષામંત્રી રાજનાથ સિહં અનેક કાર્યક્રમમાં હાજર રહેશે

Social Share

દિલ્હીાઃ આજરોજ એટલે કે 8 ઓક્ટોબરના દિવસે વાયુ સેના દિવસની ઉજદવણ ીકરવામાં આવે છે,ત્યારે વાયુસેના દિવસ નિમ્મિત્તે આજરોજ ચંદિગઢ ખાતે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે,શનિવારે બપોરે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિહં ચંદિગઢ આવી પહોંચશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડીસી વિનય પ્રતાપ સિંહે બંને દિવસ માટે શહેરને નો-ફ્લાઈંગ ઝોન જાહેર કર્યું છે. આદેશ અનુસાર શનિવારે શહેરમાં માત્ર ડ્રોન જ નહીં પરંતુ તમામ પ્રકારની ઉડતી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

બન્ને હસ્તીઓ અહી  એરફોર્સ ડે પર સુખના તળાવ પર યોજાનારા એર શો માં હાજરી આપશે. આ કાર્યક્રમમાં પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક બનવારીલાલ પુરોહિત, પંજાબ-હરિયાણાના મુખ્યમંત્રી અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. આ સહીત આવતી કાલે પણ રાષ્ટ્રપતિ અહી અનેક કાર્યક્રમમાં હાજરી આપશે.

આજે સાંજે એર શો 6 વાગ્યે પ્રશાસક બનવારીલાલ પુરોહિત વતી પંજાબ રાજભવનમાં રાષ્ટ્રપતિ માટે નાગરિક સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પડોશી રાજ્યોના ગવર્નર, મુખ્યમંત્રી, શહેરના સાંસદ, મેયર, તમામ કાઉન્સિલરો સહિત વિવિધ ક્ષેત્રના આદરણીય લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિનું સન્માન કરવામાં આવશે. તે પછી તે રાજભવનમાં જ રોકાશે.

જાણકારી પ્રમાણે રાષ્ટ્રપતિ મુર્મુ રવિવારે સવારે 10 વાગ્યે યુટી સચિવાલયની નવી બિલ્ડિંગનું ઓપનિંગ કરશે  તેઓ  મુખ્ય અતિથિ તરીકે સવારે 10:45 વાગ્યે પંજાબ એન્જિનિયરિંગ કૉલેજ  ના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. આ સાથે જ  40 કરોડની હોસ્ટેલનો શિલાન્યાસ પણ કરશે.