પાકિસ્તાનને અફઘાનિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈકમાં 30 લોકોના મોતનો એહવાલ સામે આવ્યો
- પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક
- 30 લોકોના મોતના સમાચાર
દિલ્હીઃ– અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 30 અફઘાન નાગરિકોના મોતનો એહવાલ સામે આવ્યો છે. આ રિપોર્ટ ટોલો ન્યૂઝ દ્વારા જારી કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વ કુનાર અને ખાસ્ત પ્રાંતમાં પાકિસ્તાની દળો દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં બાળકો અને મહિલાઓના મોત થયા હતા, ટોલો ન્યૂઝે અહેવાલ આપ્યો હતો.
અફઘાનિસ્તાનમાં સ્થાનિક અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે પાકિસ્તાની વિમાનોએ 15 એપ્રિલ, શુક્રવારે રાત્રે અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંત પર હવાઈ હુમલો કર્યો હતો.
આ ઘટનાને નજરે જોનારાઓએ ટોલો ન્યૂઝને જણાવ્યું હતું કે પાકિસ્તાની વિમાનોએ કુનારના શિલ્ટન વિસ્તાર અને ખોસ્તના સ્પરાઈ જિલ્લાના વિસ્તારને નિશાન બનાવ્યું હતું, જેમાં નાગરિકો ઈજાગ્રસ્ત થયા હતા જો કે આ મામલે અત્યાર સુધી પાકિસ્તાન સરકાર અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે તરફથી કોઈ સત્તાવાર વિગત સામે આવી નથી.આ સાથે જ હજી સુધી કુનારના સ્થાનિક અધિકારીો ગદ્રારા પણ હજુ સુધી આ બાબતે કોઈ વિગત જારી કરવામાં આવી નથી, પરંતુ ખોસ્ટ સુરક્ષા વિભાગના પ્રવક્તાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે, જો કે તેમણે નાગરિકોની જાનહાનિની વિગતો આપી નથી
પ્રપાત્ વિગત પ્રમાણે ખોસ્તમાં રહેતા એક વઝિરિસ્તાન આદિવાસી વડીલે ટોલોન્યૂઝને જણાવ્યું હતું કે જ્યારે પાકિસ્તાની સૈન્ય વિમાનોએ આ વિસ્તારમાં આવેલા વઝિરિસ્તાન પ્રવાસીઓના શિબિર પર હુમલો કર્યો ત્યારે ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા અથવા ઘાયલ થયા હતા. પ્રત્યક્ષદર્શીઓએ પુષ્ટિ કરી છે કે કુનારમાં પાકિસ્તાની દળોએ કરેલા હવાઈ હુમલામાં પાંચ લોકો માર્યા ગયા હતા.