- જેટ ફ્યૂલના ભાવમાં વધારો ઝિંકાયો
- વિમાનની યાત્રા થઈ શકે છે મોંધી
- સતત દસમી વખત ભાવ વધારાયો
દિલ્હીઃ- દેશભરમાં મોંધવારીનો માર જોવા મળી રહ્યો છે, પેટ્રોલ-ડિઝલ સહીત અનેક ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે આવી સ્થિતિમાં વિમાનના ઈંધણમાં પણ ફરી ભાવ વધારો કરાયો છે. જેથી હવે હવાઈ મુસાફરી કરતા મુસાફરોએ બમણા પૈસા ચૂકવવા પડે તો નવાઈની વાત નહી હોય
ઉલ્લેખનીય છે કે ફ્યૂલી કિમંતોમાં વધારો થતાની સાથે જ હવે એર ટિકિટના દરો પણ વધશે,પ્રાપ્ત જાણકારી મુજબ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર જેટ ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. આ વર્ષે સતત દસમી વખત ATFના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીઓએ તેની કિંમતમાં પ્રતિ કિલોલિટર પાંચ ટકાનો વધારો કર્યો છે.
એર ટર્બાઇન ફ્યુઅલ એટીએફના ભાવમાં વધારો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનને આપેલ માહિતી પ્રમાણે સોમવારે જેટ ઈંધણની કિંમતમાં 6 હજાર 188 રૂપિયા પ્રતિ કિલોલીટરનો વધારો કરવામાં આવ્યો છે. નવા દરો 31 મે 2022થી લાગુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જેટ ફ્યુઅલની કિંમતમાં માર્ચ મહિનામાં 18.3 ટકા અને એપ્રિલ મહિનામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.આ સતત દસમી વખત છે કે જ્યારે આ ઈંધણના ભાવમાં વધારો ઝિંકાયો છે.
દિલ્હીમાં નવી ATF કિંમત 1,16,852 રૂપિયા પ્રતિ કિલોલીટરથી વધીને 123039.71 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. તે જ સમયે તે મુંબઈમાં 121847.11 રૂપિયા પ્રતિ કિલોલિટર, કોલકાતામાં 127854.60 રૂપિયા પ્રતિ કિલોલિટર અને ચેન્નાઈમાં 127286.13 રૂપિયા પ્રતિ કિલોલિટર પર પહોંચી ગયો છે. આ વર્ષની શરૂઆતથી જ જેટ ફ્યુઅલની કિંમતમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. રિપોર્ટની જો માનીએ તો જાન્યુઆરી 2022 થી તેની કિંમતમાં 61.7 ટકાનો વધારો થયો છે.