- ભારત-પાક સરહદ નજીક બનશે એરબેઝ
- પીએમ મોદીએ આધારશિલા રાખી
- કહ્યું દેશની સુરક્ષા માટે અસરકારક સાબિત થશે
ગાંઘીનગર – દેશના પ્રધાનમંત્રી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે ત્યારે એનક યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવી રહ્યું છે એજ શ્રેણીમાં આજે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો 2022નું ઉદ્ઘાટન કર્યું હતું.
તેમણે કહ્યું કે ડિફએન્સ એક્સપો 22 ની આ ઈવેન્ટ ન્યૂ ઈન્ડિયાનું આટલું ભવ્ય ચિત્ર દોરે છે, જેનો સંકલ્પ અમે અમૃત કાલમાં લીધો છે. તેમાં રાષ્ટ્રનો વિકાસ પણ છે, યુવાનોની શક્તિ, સપના, સંકલ્પ અને હિંમત પણ છે, વિશ્વની આશા પણ છે. આજે, આંતરરાષ્ટ્રીય સુરક્ષાથી લઈને વૈશ્વિક વેપાર સુધી, દરિયાઈ સુરક્ષા વૈશ્વિક પ્રાથમિકતા તરીકે ઉભરી આવી છે.
આ દરમિયાન પીએમ મોદી ભારત-પાકિસ્તાન સરહદ નજીક ડીસા ખાતે નવા એરબેઝનો શિલાન્યાસ પણ કર્યો અને કહ્યું કે આ નવું એરબેઝ દેશની સુરક્ષા માટે અસરકારક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ગુજરાત ભારતમાં સંરક્ષણનું કેન્દ્ર બનશે અને ભારતની સુરક્ષામાં તેની મહત્વની ભૂમિકા રહેશે.
ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પો 2022નું ઉદ્ઘાટન કર્યા બાદ બોલતા મોદીએ એમ પણ કહ્યું હતું કે સંરક્ષણ દળો વધુ 101 વસ્તુઓની યાદી બહાર પાડશે જેની આયાત કરી શકાતી નથી. મોદીજી એ એમ પણ જણાવ્યું કે , “હું સ્ક્રીન પર જોઈ રહ્યો હતો કે ડીસાના લોકો નવા એરફિલ્ડના નિર્માણને લઈને ઉત્સાહિત છે. આ એરફિલ્ડ મુખ્ય ભૂમિકા ભજવશે. ડીસા આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 130 કિમી દૂર છે. જો આપણી સેના છે. ખાસ કરીને ડીસામાં અમારી એરફોર્સની આગેવાની સાથે, અમે પશ્ચિમ તરફથી આવતા કોઈપણ ખતરાનો વધુ સારી રીતે જવાબ આપી શકીશું.” ઉલ્લેખનીય છે કે કેન્દ્રની સરકાર સતત દેશની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા અનેક દિશામાં કાર્ય કરી રહી છે ત્યારે ડીસા પાસે બનનાર આ એરબેઝથી દેશની સુરક્ષા ઓર વધશે.