Site icon Revoi.in

ઈઝરાઈલની ગાઝા પટ્ટી પર એરસ્ટ્રાઈક, ઈઝરાઈલ-હમાસની લડાઈમાં લેબેનોનના હિઝબુલ્લાની અન્ટ્રી

Social Share

જેરૂસલેમઃ ઈઝારાયેલમાં હમાસના હુમલામાં નેપાળના 10 વિદ્યાર્થીઓના મોત થયા હોવાના અહેવાલો મળ્યા છે. આ જાણકારી ઈઝરાયેલ સ્થિત નેપાળ દુતાવાસના અધિકારીએ આપી હતી. હમાસના હુમલા બાદ ઈઝરાયેલમાં તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ જવાનો આદેશ અપાયો છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અનેક લોકોના મોત થયા છે. શરુઆત હમાસના આતંકીઓએ કરી હતી. જેનો પલટવાર કરતા ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર એરસ્ટ્રાઈક કરી છે. આ યુદ્ધમાં ન માત્ર ઇઝરાયેલ પરંતુ ગાઝા પટ્ટીના વિસ્તારો પણ કાટમાળમાં ફેરવાઈ ગયા છે. હમાસ આતંકીઓ વિરુદ્ધ ઇઝરાયેલના સૌથી મોટા અભિયાનની કમાન ઇઝરાયેલ એરફોર્સ સંભાળી છે. આ દરમિયાન હમાસના 10 આતંકી ઠેકાણાંઓ પર હુમલાઓ કરીને લગભગ બધું જ ખેદાનમેદાન કરી દેવાયું છે.

ઇઝરાયેલ-હમાસની જંગમાં લેબનોનના હિઝબુલ્લાની પણ એન્ટ્રી થઈ ગઈ છે. રવિવારની સવારે હિઝબુલ્લાએ દક્ષિણી લેબનોનના વિસ્તારથી ઇઝરાયેલ પર મોર્ટાર અને ગોળા ફેંક્યા હતા. જેના જવાબમાં ઇઝરાયેલે પણ પોતાની તોપ હિઝબુલ્લાહના ઠેકાણાંઓ તરફ વાળી હતી. જાણકારી મુજબ ઇઝરાયેલી ટેન્ક ઇઝરાયેલી-લેબનોન બોર્ડર તરફ આગળ વધી રહ્યાં છે, ઇઝરાયેલ અને લેબનોનના શક્તિશાળી સશસ્ત્ર ગ્રૂપ હિઝબુલ્લાહ વચ્ચેનો તણાવ વધી ગયો છે. બંને બાજુથી તોપ અને રોકેટ છોડવામાં આવી રહ્યા છે. ઇઝરાયેલી સેનાએ લેબનોનની સરહદમાં હિઝબુલ્લાની એક ચોકી પર હુમલો કર્યો હતો.

ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેમણે લેબનોનના તે સ્થલો પર તોપ છોડી હતી કે જ્યાંથી રવિવારે સવારે સરહદ પારથી ફાયરિંગ કરાયું હતું.  હિઝબુલ્લાહે કહ્યું કે- તેઓ પેલેસ્ટાઈનના પ્રતિરોધ સમૂહોના નેતાઓના સીધા સંપર્કમાં છે. તેઓ ઇઝરાયેલ પર પેલેસ્ટાઈની હુમલાનું સમર્થન કરે છે. હમાસનો આ અટેક ઇઝરાયેલને સ્પષ્ટ અને કડક મેસેજ છે. હિઝબુલ્લાહએ  શેબા ફાર્મ્સમાં સ્થિત એક ઇઝરાયેલી સૈન્ય ચોકીને ટાર્ગેટ બનાવી હતી. હિઝબુલ્લાહ દક્ષિણી લેબનોનને કંટ્રોલ કરે છે.

ઇઝરાયેલ અને હમાસના આતંકીઓ વચ્ચે શરુ થયેલી આ લડાઈમાં ભયાનક તસવીરો સામે આવી રહી છે. શહેરના શહેર કાટમાળમાં ફેરવાઈ રહ્યાં છે. શેરીઓ લોહીયાળ થઈ રહી છે. ઇઝરાયેલ અને હમાસ વિરુદ્ધ લડાઈ જમીન અને આસમાનમાં ચાલી રહી છે. ગાઝા પટ્ટીથી રોકેટ છોડવામાં આવ્યા તો તેના જવાબમાં ઇઝરાયેલી એક ડિફેન્સે હવામાં જ મિસાઈલ ધ્વસ્ત કરી દીધી છે. જે મિસાઈલને એર ડિફેન્સ સિસ્ટમ રોકી ન શક્યું તે શહેરોમાં પડી છે.

મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ફરી એકવાર સ્થિતિ ખરાબ થઈ ચૂકી છે. ગાઝા પટ્ટીમાં હમાસના આતંકવાદીઓએ શનિવારે હુમલો કરી દીધો હતો. સૌથી પહેલા તેમણે ઈઝરાયલમાં હજારોની સંખ્યામાં રોકેટ છોડ્યા બાદ જમીનના રસ્તે સતત હુમલા કરતા ઈઝરાયલમાં ઘુસી ગયા હતા. કેટલાક આતંકીઓએ પેરાગ્લાઈડર્સનો ઉપયોગ કરીને બોર્ડમાં દાખલ થઈ ગયા. કેટલાક રોડના રસ્તે ઈઝરાયલમાં ઘુસી ગયા અને તેમણે જેમને જોયા તેમને ગોળી મારી દીધી હતી. અચાનક મોટી સંખ્યામાં થયેલા આ હુમલા બાદ ઈઝરાયલમાં રેડ અલર્ટ જાહેર કરી દેવાયું. પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ તાત્કાલિક ઈમરજન્સી બેઠક બોલાવીને દેશમાં યુદ્ધનું એલાન કરી દીધું હતું.