ભારતમાં 5 G નેટવર્ક માટે એરટેલે કરી ટીસીએસ સાથે પાર્ટનરશીપ
- એરટેલ અને ટીસીએસ આવ્યા એકસાથે
- 5 G નેટવર્ક માટે મિલાવ્યો એકબીજાનો હાથ
- 2022 જાન્યુઆરીથી આ સેવા થશે શરૂ
મુંબઈ : ભારતમાં 5 G નેટવર્કને વિકસિત કરવા માટે ભારતી એરટેલ અને ટાટા સમૂહે હાથ મિલાવ્યો છે. બંનેએ આ ભાગીદારી અંગેની ઘોષણા કરી હતી. કંપનીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, એરટેલ ભારતમાં તેની 5 G યોજનાઓને અમલમાં મૂકવા માટે સ્વદેશી રીતે કામ કરશે.આ સાથે જ ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકાને પગલે પાયલટ યોજના વર્ષ 2022 જાન્યુઆરી સુધીમાં શરૂ કરવામાં આવશે.
ટાટા સમૂહે નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે, અત્યાધુનિક O-RAN આધારિત રેડિયો અને એનએસએ / એસએ કોર વિકસિત કરવામાં આવ્યા છે. તેમાં ભાગીદાર કંપનીની સહાયથી સંપૂર્ણ સ્વદેશી ટેલિકોમ સ્ટેક છે. તે જાન્યુઆરી 2022 થી વ્યાપારી વિકાસ માટે ઉપલબ્ધ રહેશે.
કંપનીનો દાવો છે કે આ ‘મેડ ઇન ઈન્ડિયા’ 5 જી પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ વૈશ્વિક ધોરણોની બરાબર છે. તેનું ઇન્ટરફેસ અને ઓરન એલાયન્સ અન્ય ઉત્પાદનો સાથે આંતરક્રિયા કરે છે. એરટેલ 5 જી નેટવર્ક દ્વારા ફરીથી પોતાને સાબિત કરશે. તે ભારત માટે નિકાસની તકો પણ ખુલશે. તે વિશ્વનું બીજું મોટું ટેલિકોમ માર્કેટ બની ગયું છે, આગામી દિવસોમાં દેશ વધુ પ્રગતિ કરશે.