Site icon Revoi.in

એક કલાક માટે એરટેલની બ્રોડબેન્ડ સર્વિસ રહી ડાઉન

Social Share

દેશભરમાં શુક્રવારે એરટેલની બ્રોડબેન્ડ સેવા લગભગ એક કલાક માટે ડાઉન હતી.બ્રોડબેન્ડ સેવા બંધ હોવાને કારણે મોબાઈલ અને ડેસ્કટોપ પર ઈન્ટરનેટ કામ કરતું ન હતું. ન્યૂઝ એજન્સીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે,દિલ્હી-એનસીઆર, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, જયપુર અને અન્ય શહેરોમાં સેવાઓને અસર થઈ છે.બાદમાં એરટેલ યુઝર્સે સોશિયલ મીડિયા પર બ્રોડબેન્ડ સર્વિસ ડાઉન હોવાની ફરિયાદ કરી હતી.આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરીમાં દેશભરના એરટેલ યુઝર્સને આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

નેટવર્ક ડાઉન થવાને કારણે એરટેલની ફાઈબર ઈન્ટરનેટ સેવાઓ તેમજ મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પર ખરાબ અસર પડી હતી. તે જ સમયે, ઇન્ટરનેટ આઉટેજ ટ્રેકર DownDetector અનુસાર, આ આઉટેજને કારણે દેશના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં એરટેલ યુઝર્સને ઘણું નુકસાન થયું હતું.

બાદમાં, કંપનીએ કહ્યું કે,નેટવર્ક સાથેની ખામીને સુધારી લેવામાં આવી છે અને હવે બધી સેવાઓ સામાન્ય રીતે કામ કરી રહી છે.આ સાથે એરટેલે ટ્વિટ કરીને તેના યૂઝર્સને માફી માગતા કહ્યું કે,અમારી ઈન્ટરનેટ સેવાઓમાં થોડા સમય માટે સમસ્યા હતી અને તમને થયેલી અસુવિધા માટે અમે દિલગીર છીએ, પરંતુ હવે બધું સામાન્ય થઈ ગયું છે.