- અજય દેવગનની ફિલ્મ મેદાનનું ટિઝર લોંચ
- ફૂટબોલ મેદાનની આસપાસ ફરતી જોવા મળશે અભિનેતાની કહાની
મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા અજય દેવગનની ફિલ્મ ‘દ્રશ્યમ 2’ એ સિનેમાઘરોમાં ઘૂમ મચાવી હતી ત્યાર બાદ આજરોજ અભિનેતાની ફિલ્મ ભોલા પણ રિલ્ઝી કરવામાં આવી છે આ ફિલ્મ રામનવમીના અવસરના કારણે આજે રિલીઝ કરાી છે, ત્યારે ભોલા ફિલ્મની રિલીઝની સાથે જ અભિનેતાની અપકમિંગ ફિલ્મ મેદાનનું ટિઝર લોંચ કરવામાં આવ્યું છે.
ફિલ્મ ‘મેદાન’ ભારતીય ફૂટબોલના સુવર્ણ વર્ષો પર આધારિત ફિલ્મ છે. અજય સુપ્રસિદ્ધ કોચ સૈયદ અબ્દુલ રહીમ પર આધારિત પાત્ર ભજવી રહ્યા છે, જેને ભારતીય ફૂટબોલના પિતા તરીકે ઓળખવામાં આવે છે. રહીમ 1950 થી 1963 ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના મેનેજર હતા. આ સમયગાળાની વાર્તા પણ આ ફિલ્મમાં બતાવવામાં આવી છે.
અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે લખ્યું, ‘ મેદાનમાં 11 લોકો ઉતરશે પણ જોવા ણળશે માત્ર એક .’ આ જોતા ફિલ્મની કહાની ક્રિકેટ આસપાસ ફરતી હશે તેવું ચોક્કસ કહી શકાય.આ ફિલ્મનું નિર્દેશન અમિત રવીન્દ્રનાથ શર્માએ કર્યું છે.
ફિલ્મના ટીઝરની શરૂઆત ફૂટબોલ મેચની કોમેન્ટ્રીથી થાય છે. જેમાં તે કહી રહ્યો છે કે વરસાદને કારણે આ મેચ ખૂબ જ મુશ્કેલ બની રહી છે. આ સાથે એવું કહેવાય છે કે આઝાદી પછીના પાંચમા વર્ષમાં ભારત બીજી વખત ઓલિમ્પિકમાં પોતાનું સ્થાન બનાવી રહ્યું છે, આવી સ્થિતિમાં તે તેમના માટે વધુ ખાસ બનવાનું છે.
આ ફિલ્મમાં ખેલાડિ તરીકેની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે દર્શાવવામાં આવ્યું છે. તે જોવું રહ્યું. ટીઝરમાં ફિલ્મની પંચ લાઈન પણ સંભળાય છે, જેમાં અજય દેવગન કહેતો જોવા મળે છે કે આજે 11 મેદાનમાં ઉતરશે પણ 1 જોશે.