- અજય દેવગણે નવી ફિલ્મની કરી જાહેરાત
- સાઉથની સુપરહીટ ફિલ્મ નંદી ફરી બનાવાશે
- અજય નંદીના હિન્દી રીમેકમાં જોવા મળશે
મુંબઈ :અજય દેવગણે 2021 માટે પોતાનો નવો પ્રોજેક્ટ જાહેર કર્યો છે. અજય સાઉથની સુપરહિટ ફિલ્મ નંદીના હિન્દી રિમેકમાં જોવા મળશે. આ ફિલ્મ તેલુગુ ભાષામાં આવી હતી અને તે ત્યાંના મોટા નિર્માતા અને ડિસ્ટ્રિબ્યુટર દિલ રાજુ દ્વારા બનાવવામાં આવી હતી.
દિલ રાજુએ હાલમાં જ વકીલ સાહેબ ફિલ્મ પણ બનાવી હતી, જે અમિતાભ બચ્ચનની હિન્દી ફિલ્મ પિંકની રીમેક હતી. આ ફિલ્મમાં દક્ષિણના સુપરસ્ટાર પવન કલ્યાણે અભિનય કર્યો હતો.
ફિલ્મ નંદીમાં તેલુગુ સિનેમા સ્ટાર અલ્લારી નરેશે ધમાકેદાર અભિનય કર્યો છે. આ ફિલ્મ એક એવા માણસની વાર્તા છે.જેના પર જેલમાં ઘણાં અત્યાચાર થાય છે અને પછી તે કેવી રીતે પોતાનું યુદ્ધ લડે છે.
અજય દેવગનને આ ફિલ્મ એટલી ગમી ગઈ છે કે તેણે હિન્દીમાં તેની રિમેકના રાઇટ્સ ખરીદ્યા છે અને હવે તે 2021 માં રિલીઝ થવાની તૈયારીમાં છે.
અજય દેવગણ સાથે તેમાં દિલ રાજુ, કુલદીપ રાઠોડ અને પરાગ દેસાઇ પણ પ્રોડ્યુસર હશે. પરાગ દેસાઈ અજય દેવગણના પબ્લિસિસ્ટ છે અને તેઓ તેમની સાથે લગભગ એક દાયકાથી કામ કરી રહ્યા છે.