Site icon Revoi.in

અજય દેવગણે લોકોની માટે મદદનો હાથ વધાર્યો, જરૂરીયાતમંદને આ રીતે કરી સહાય

Social Share

મુંબઈ : કોરોના મહામારીનું ગંભીર સ્વરૂપ જોવા મળ્યું છે. જો કે, હવે કોરોના કાબૂમાં આવતો જણાઈ રહ્યો છે.પરંતુ હજી સાવ કોરોના ગયો નથી.મહામારીને લીધે લોકોની આજીવિકાને ભારે અસર થઇ છે, એટલું જ નહીં, દૈનિક વેતન કામદારો માટે તબીબી સહાય પણ ઉપલબ્ધ નથી. ફિલ્મનું શૂટિંગ લાંબા સમયથી અટકી ગયું છે અને સિનેમા હોલ હજી બંધ છે. એવામાં બોલિવુડના લોકો પણ આ લોકોને મદદ કરી રહ્યા છે. હવે આ લિસ્ટમાં અજય દેવગણનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે.

અજય દેવગણે હવે લોકોની જવાબદારી પોતાના ઉપર લીધી છે. તે ફિલ્મ સાથે સંકળાયેલા લોકોને અંદર અને બહાર બંને જગ્યાએ મદદ કરશે. મેં મહિનાની મધ્યમાં મુંબઈમાં બીએમસીને 20-બેડથી સજ્જ આઈસીયુ સુવિધા સ્થાપવા માટે મદદ કર્યા સિવાય,શુક્રવારે,11 જૂને,અજયના એનવાય ફાઉન્ડેશન દ્વારા મુંબઈ ઉપનગરમાં એક વેક્સિન શિબિર યોજવામાં આવી છે.

અજય પહેલાથી જ લોકોને વિવિધ રીતે મદદ કરી ચુક્યા છે. ફેંસ અજયના આ ઉમદા કાર્યની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. અજય દેવગણ બોલિવુડના એક નાયબ કલાકારોમાંના એક છે. તેમની વિશેષ અભિનય બદલ તેમણે રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યો છે. હવે અજયની ફિલ્મ ભુજ અને મેદાન ફેંસને જલ્દી જોવા મળશે. અજયને છેલ્લે ફેંસે તાન્હાજી ફિલ્મમાં જોયો હતો. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આ ફિલ્મને ફેંસમાં ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મ સ્ક્રીન પર સુપરહિટ રહી અને 2020 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી.