1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. GSTના કરોડાના કૌભાંડમાં ભાજપના ધારાસભ્ય ભગવાન બારડના પૂત્ર અજયની પૂછતાછ
GSTના કરોડાના કૌભાંડમાં ભાજપના ધારાસભ્ય ભગવાન બારડના પૂત્ર અજયની પૂછતાછ

GSTના કરોડાના કૌભાંડમાં ભાજપના ધારાસભ્ય ભગવાન બારડના પૂત્ર અજયની પૂછતાછ

0
Social Share
  • GST વિભાગના અધિકારીઓએ 14 સ્થળોએ પાડ્યા દરોડા,
  • અજય બારડ અને પત્રકાર મહેશ લાંગાની પૂછતાછમાં મળ્યા પુરાવા,
  • 200થી વધુ બોગસ પેઢીઓ દ્વાર કરોડો રૂપિયાનું ટેક્સ ક્રેડિટ કૌભાંડ

અમદાવાદઃ જીએસટી વિભાગના ડાયરેક્ટર જનરલ દ્વારા અપાયેલી માહિતીને આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજ્યમાં જુદા જુદા 14 સ્થળોએ દરોડા પાડીને કરોડો રૂપિયાનું ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કૌભાંડ પકડી પાડ્યુ છે. 12 બોગસ પેઢી ધરાવતા 33થી વધુ સંચાલકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં ભાજપના ધારાસભ્ય ભગવાન બારડના પૂત્ર અજય બારડ અને પત્રકાર મહેશ લાંગાની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બધાએ ભેગા મળીને સમગ્ર દેશમાં 200થી વધુ બોગસ પેઢીઓ દ્વારા કરોડો રૂપિયાનું ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કૌભાંડ આચર્યું હતું.

ડાયરેકટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ ઇન્ટેલિજન્સ (DGGI)એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપેલી માહિતીના આધારે અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા અને ભાવનગરની 14 જગ્યાએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 12 બોગસ પેઢી બનાવનારા 33થી વધુ સંચાલકોની અટકાયત કરવામાં આવી હતી. એમાં સૌરાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અજય બારડ અને પત્રકાર મહેશ લાંગાની પણ પૂછપરછ કરાઈ હતી. પ્રાથમિક તપાસમાં બધાએ ભેગા મળીને સમગ્ર દેશમાં 200થી વધુ બોગસ પેઢીઓ દ્વારા કરોડો રૂપિયાનું ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કૌભાંડ કરાયું હોવાનું ખૂલ્યું છે.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા મુજબ  જીએસટીના ડીજી તરફથી મળેલી ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પત્રકાર મહેશ લાંગાની ખોટા ડોક્યુમેન્ટ બદલ ધરપકડ કરવામાં આવી છે. તમામ ડોક્યુમેન્ટ્સ કબજે કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે, કેન્દ્રિય GST વિભાગ  દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાયા બાદ અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા, ભાવનગર સહિત રાજ્યભરમાં 14 સ્થળે ક્રાઈમ બ્રાન્ચ, EOW અને SOGની ટીમો દ્વારા દરોડા પાડીને  તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર દેશમાં 200થી વધુ છેતરપિંડીથી બનાવેલી કંપનીઓ/એકમો સંગઠિત રીતે કામ કરી રહી છે, જેથી બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને અને પાસ કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ પ્રકારની પેઢીઓ બનાવવા માટે બનાવટી ઓળખ અને દસ્તાવેજોનો ઉપયોગ, છેતરપિંડીના રસ્તાઓ અપનાવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આવાં બનાવટી બિલિંગ, બનાવટી દસ્તાવેજો અને તથ્યો/દસ્તાવેજોની ખોટી રજૂઆત દ્વારા કરોડો રૂપિયાની આવકને નુકસાન પહોંચાડવા માટે રાષ્ટ્રને નાણાકીય નુકસાન પહોંચાડવા માટે ગુનાઈત કાવતરું કરવા માટે એક મોટું જૂથ કામ કરી રહ્યું છે, જેની હાલ તપાસ ચાલી રહી છે અને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

ડીજીજીઆઈના ડાયરેક્ટર હિમાંશુ જોષીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે અમદાવાદની ધ્રુવી એન્ટરપ્રાઇઝના નામે બોગસ કંપની રજિસ્ટર્ડ કરાવી ચોક્કસ ટુકડી દ્વારા બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી રહી છે. આ ટુકડીએ દેશભરમાં 200થી વધુ બોગસ કંપનીઓ રજિસ્ટર્ડ કરાવીને કરોડો રૂપિયાની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી છે. એના માટે તેમણે હજારો કરોડનાં બોગસ બિલો પણ જનરેટ કર્યાં હતાં.આ ફરિયાદને આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડીને કરચોરી શોધવાની કવાયત આદરી છે. પ્રાથમિક તપાસમાં જ 200 કરોડથી વધુનાં કૌભાંડની વિગતો સામે આવી રહી છે. આ તપાસમાં આ કૌભાંડોનો અને કૌભાંડીઓનો આંકડો વધે એવી સંભાવના છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code