અજીત પવાર જૂથનું X ( અગાઉ ટ્વિટર) અકાઉન્ટ કરાયું સસ્પેન્ડ
મુંબઈઃ- મહારાષ્ટ્રનું રાજકરણ સતત કંઈકને કંઈ બબાતને લઈને હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે હવે અજીત પવાર જૂથને લઈને ફરી અજીત પાવર ચર્ચામાં આવ્યા છે માહિતી પ્રમાણે તેમનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે જેનું કારણ શરદ પવાર જૂથ દ્રારા ફરીયાદ કરી હોવાનું જણાવાઈ રહ્યપં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ માં બે જૂથોની રચના બાજદ સતત તેની ચર્ચાઓ સમાચાર લાઈનમાં છવાયલી રહે છે, આ સહીત પાર્ટીના દાવાને લઈને શરદ પવાર અને અજિત પવાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. દરમિયાન, અજિત પવાર જૂથનું X (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
આ મામલાને લઈને અજિત જૂથનું કહેવું છે કે શરદ પવાર જૂથે આ જ નામે ખાતું હોવાની ફરિયાદ કરી હતી, જેના પછી એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.@NCPSpeaks1 ના નામે બનાવેલ એકાઉન્ટમાં લખ્યું છે કે, “એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. X એ એકાઉન્ટને સસ્પેન્ડ કર્યું છે જેણે Xના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.”
તો બીજી તરફ આ સાથે શરદ પવારે અજિત પવારના જૂથ સામે કાનૂની લડત તેજ કરી છે. પવાર જૂથે ચૂંટણી પંચમાં 500 પાનાનો જવાબ દાખલ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અજિત પવાર સહિત 39 ધારાસભ્યો કે જેઓ તેમના જૂથનો ભાગ છે તેમને અયોગ્ય જાહેર કરવામાં આવે.