Site icon Revoi.in

NCPના શરદ પવારને રાજીનામા અને નિવૃત્તિને મુદ્દે અજીત પવારે માર્યો ટોણો

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકારણના ચાણ્ક્ય ગણાતા એનસીપીના વડા શરદ પવાર સાથે તેમના ભત્રીજા અજીત પવારે બળવો કરીને પોતાના સમર્થકો સાથે એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેના અને ભાજપની સરકારમાં જોડાયાં હતા. તેમજ અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યાં હતા. દરમિયાન અજીત પવારે એનસીપીના ધારાસભ્યોની ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. જેમાં 35થી વધારે ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ અન્ય સિનિયર નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. દરમિયાન અજીત પવારે કાકા શરદ પવાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. આ દરમિયાન અજીત પવારે એનસીપીના તમામ ધારાસભ્યોનું સમર્થન નહીં હોવાનું જણાવ્યું હતું. એનસીપીના 50થી વધારે ધારાસભ્યો છે. જો કે, કેટલાક ધારાસભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહી શક્યા નહીં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જ્યારે શરદ પવારના સમર્થનમાં 13 જેટલા ધારાસભ્યો હોવાનું જાણવા મળે છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપીના સિનિયર નેતા અજીત પવારે સમર્થકોને જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ 75 વર્ષની ઉંમર બાદ સેવાનિવૃત થઈ જાય છે એટલે જ વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં લાલકૃષ્ણ અડવાણી હટી જતા દેશની જનતાને નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન મળ્યાં હતા. વર્ષ 2014માં નરેન્દ્ર મોદીના કરિશ્મેના કારણે ભાજપાને સત્તા મળી હતી. 83 વર્ષના શરદ પવારે પહેલા રાજીનામુ આપ્યું હતું જે બાદ પરત ખેંચી લીધું હતું.  તો પછી તેમણે રાજીનામુ કેમ આપ્યું હતું. કોઈ પણ ઘરમાં 60 વર્ષની ઉંમર બાદ નિવૃત્ત થઈ જાય છે અને આર્શિવાદ આપવાનું કામ કરે છે તો પછી આપ આવુ કેમ નથી કરતા. અજીત પવારે બેઠકમાં કહ્યું કે, શરદ પવારનું હંમેસા સમ્માન કર્યું છે, હું જે પણ છું તે શરદ પવારને કારણે જ છું. વિકાસ માટે આ સરકારમાં જોડાયો છે, એટલે મહારાષ્ટ્ર માટે આ યોગ્ય નિર્ણય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2004માં વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી પાસે કોંગ્રેસથી વધારે ધારાસભ્યો હતા, તે સમયે કોંગ્રેસને મુખ્યમંત્રી પદ આપ્યું ન હોય તો આજે મહારાષ્ટ્રમાં માત્ર એનસીપીના જ મુખ્યમંત્રી હોત. અજીત પવારે વધુમાં જણાવ્યું કે, જ્યારે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાના હતા ત્યારે અમને શરદ પવારે કહ્યું કે, તમારે શપથવિધિમાં જવુ જોઈએ. જેથી હું તમામને લઈને શપથવિધિ સમારોહમાં ગયો હતો. જો હું ખોટુ બોલુ લો હું મારાત પિતાનો દીકરો નહીં.