Site icon Revoi.in

અજીત પવારની જાહેરાત, મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગઠબંધન નહીં કરે પાર્ટી, NDAમાં તિરાડની અટકળો શરૂ

Social Share

એનસીપીના વડા અજિત પવારે જાહેર કર્યુ છે કે તેમની પાર્ટી મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સ્વતંત્ર રીતે લડશે. અજીત પવારની આ જાહેરાત બાદ મહારાષ્ટ્રમાં રાજકીય વર્તુળોમાં ભાજપ-એનસીપી ગઠબંધનને લઈને અટકળો ચાલી રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) એ પણ બુધવારે રાજ્યમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધન અંગે મોટો દાવો કર્યો હતો. એનસીપી (શરદ પવાર) ના પ્રવક્તાએ કહ્યું કે ભાજપ કદાચ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નેતૃત્વવાળી એનસીપીને ગઠબંધન છોડવા માટે કહી રહ્યું છે.

એનસીપીના પૂણે યુનિટને સંબોધતા અજિત પવારે કહ્યું, અમે ગઠબંધનમાં લોકસભા ચૂંટણી લડી હતી અને ગઠબંધનમાં વિધાનસભા ચૂંટણી પણ લડીશું. હું જાહેરાત કરવા માંગુ છું કે પક્ષ સ્વતંત્ર રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે.તેમણે કહ્યું કે એનસીપી પોતાની તાકાત પર સ્થાનિક ચૂંટણી લડશે, તેથી સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓએ પોતપોતાના વિસ્તારોમાં પાર્ટીને મજબૂત કરવા માટે કામ કરવું જોઈએ. તાજેતરની લોકસભાની ચૂંટણીમાં પક્ષના નબળા પ્રદર્શન પછી, અજિત પવારને નવેમ્બર 2024 માં આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેમની રાજકીય ક્ષમતા સાબિત કરવાના પડકારનો સામનો કરવો પડશે

પિંપરી ચિંચવાડમાં એનસીપીના સ્થાનિક નેતાઓ, અજીત પવારનો સાથ છોડીને શરદ પવાર જૂથમાં જોડાયા છે. . એનસીપીના પિંપરી-ચિંચવાડ એકમના અધ્યક્ષ અને અન્ય ત્રણ નેતાઓએ અજિત પવારના પક્ષ છોડી દીધો છે. ગયા મહિને રોહિત પવારે દાવો કર્યો હતો કે અજિત પવારની છાવણીના ઘણા ધારાસભ્યોએ તેમનો સંપર્ક કર્યો હતો.