1. Home
  2. ગુજરાતી
  3. અજમેરઃ દરગાહના ખાલિમનો નુપુર શર્માને લઈને ભડકાઉ વીડિયો વાયરલ
અજમેરઃ દરગાહના ખાલિમનો નુપુર શર્માને લઈને ભડકાઉ વીડિયો વાયરલ

અજમેરઃ દરગાહના ખાલિમનો નુપુર શર્માને લઈને ભડકાઉ વીડિયો વાયરલ

0
Social Share

નવી દિલ્હીઃ નુપુર શર્માને સમર્થન મુદ્દે ઉદેયપુર અને અમરાવતીમાં કટ્ટરપંથીઓએ બે વ્યક્તિઓની કરેલી હત્યાની તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. લોકશાહીમાં દરેકને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે પરંતુ ઘણા લોકો તેને ગેરફાયદો ઉઠાવીને ભડકાઉ નિવેદન કરે છે જેથી અરાજગતાની પરિસ્થિતિ ઉભી થવાની શકયતાઓ વધી જાય છે. દરમિયાન અજમેરમાં દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીનો વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો છે. જેમાં સલમાન ચિશ્તીએ નુપુર શર્માનું માથુ કાપનારને પોતાનું ઘર આપવાનો વાયદો કર્યો છે આ વીડિયો અંગે રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પુષ્ટી કરતું નથી. પરંતુ વીડિયોને પગલે ખળભળાટ મચી ગયો છે. સલમાન ચિશ્તી દરગાહ પોલીસ સ્ટેશનનો એક હિસ્ટરી-શીટર પણ હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર વીડિયોમાં સલમાન ચિશ્તી કહેતા નજરે પડી રહ્યા છે કે, સમય પહેલા જેવો નથી રહ્યો, કસમ છે મને જન્મ આપનારી માતાની,  હું તેને સરજાહેરમાં ગોળી મારી દેત, મને મારા બાળકોની કમસ, હું તેને ગોળી મારી દેત અને આજે પણ છાતી ઠોકીને કહી રહ્યો છું, જે પણ નુપુર શર્માની ગરદન કાપીને લાવશે, તેને હું મારું ઘર આપી દઈશ અને રસ્તા પર નીકળી જઈશ, લગભગ બે મિનિટ અને પચાસ સેકન્ડના આ વીડિયોમાં સલમાન ચિશ્તી ખુલ્લેઆમ નૂપુર શર્માને તેની ધાર્મિક લાગણીઓને ટાંકીને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. ખાદિમ સલમાન ચિશ્તીનો વીડિયો વાયરલ થયા બાદ અજમેર શહેરના પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

અજમેરના એએસપી વિકાસ સાંગવાને કહ્યું કે, આ વીડિયોને લઈને પોલીસ પ્રશાસનનું વલણ ખૂબ જ કડક છે, વીડિયોમાં સલમાન ચિશ્તી નશાની હાલતમાં જોવા મળી રહ્યો છે, તેની શોધ કરવામાં આવી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code