Site icon Revoi.in

અજમેર શરીફની દરગાહ પર ઉર્ષના દિવસે પીએમ મોદી તરફથી ચાદર ચઢાવવામાં આવશે

Social Share

દિલ્હીઃ સમગ્ર દેશમાં પીએ મોદીની એક નેતા તરીકે ખુબજ પ્રસંશાઓ થી રહી છે, વિશ્વના લોકલાડીલા નેતાઓમાં હવે પીએમ મોદીની ગણના થતી આવી છે, ત્યારે દરેક ઘાર્મિક ઉત્સવોમાં પણ પીએમ મોદી દેશની જનતાને સુભકામનાઓ પાઠવતા રહેતા હોય છે, ઈદ હોય કે પછી દિવાળી પીેમ મોદીની શુભેચ્છાદેશના તમામ નાગરીકો માટે આવતી રહેતી હોય છે.

ત્યારે રાજસ્થાન સ્થિત ખૂબજ પ્રચલીત અજમેર શરીફની મહાન સૂફી સંત હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર વડા પ્રધાન મોદા તરફથી ચાદર ચઢાવવામાં આવનાર છે.આ ચાદર મુખ્તાર અબ્બાસ નકવી પીએમ મોદીના નામની ચાદર અજમેર દરગાહને ભેટ કરશે. આ સાતમી વાર એવું બનશે કે જ્યારે વડા પ્રધાને ખ્વાજાની દરગાહ પર ચાદર મોકલી છે.

આ પહેલા વિતેલા વર્ષ દરમિયાન પણ વડા પ્રધાન મોદીએ ખ્વાજાની દરગાહ પર ચાદર ચઢાવવા માટે મોકલાવી હતી ત્યારે પણ મુખ્તાર અબ્બાસ નકવી જ ચાદર લઈને અજમેર શરીફ આવી પહોચ્યા હતા.

આ વર્ષે વડા પ્રધાન તરફથી અજમેર શરીફની દરગાહ પર પીળા રંગની ઘેરી ચાદર લઈ જવામાં આવી રહી છે, તે એક શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. અજમેર શરીફની દરગાહ પર ચઢાવવા માટે ચાદર મોકલતાં પહેલાં વડા પ્રધાને કેટલાક મુખ્ય લોકો સાથે મુલાકાત પણ યોજી હતી

આ સમગ્ર બાબતને લઈને પીએમ મોદીએ ટ્વિટ કરીને માહિતી આપી છે,ઉલ્લેખનીય છે કે અજમેરની દરગાહ પર ગરીબ નવાઝના 809ના ઉર્સનો પ્રસંગે આવી રહ્યો છે ત્યારે આ દિવસે પીએમ મોદી તરફથી ચાદર ચઢાવવામાં આવશે.

સાહિન-