Site icon Revoi.in

અકાસા એરના કાફલામાં 20મા એરક્રાફ્ટનો થયો સમાવેશ , હવે આ એરલાઇન આંતરરાષ્ટ્રીય સંચાલનને પાત્ર બની

Social Share

મુંબઈઃ- અકાસા એરના કાફલામાં હવે 20માં એરક્રાફ્ટ ઉમેરવામાં આવ્યું છે અને તેની સાથે એરલાઈન આંતરરાષ્ટ્રીય કામગીરી શરૂ કરવા માટે પાત્ર બની ગઈ છે.આ સહીત એરલાઇન 7 ઓગસ્ટના રોજ તેની કામગીરીનું એક વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે.

જાણકારી પ્રમાણે બોઇંગ 737-8-200 વેરિઅન્ટને તેના કાફલામાં સામેલ કરનાર અકાસા એશિયાની પ્રથમ એરલાઇન કંપની બની ચૂકી છે. ભારતીય નિયમો પ્રમાણે આંતરરાષ્ટ્રીય કામગીરી માટે એરલાઇન કંપની પાસે ઓછામાં ઓછા 20 એરક્રાફ્ટનો કાફલો હોવો જરૂરી છે.કંપનીએ ચાર મહિના પછી તેના કાફલામાં એક એરક્રાફ્ટ ઉમેર્યું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા માત્ર 12 મહિનામાં શૂન્યથી માંડીને 20 એરક્રાફ્ટ એ કંપની માટે માત્ર એક રેકોર્ડ છે, બોઇંગ 737-8-200 એરક્રાફ્ટને 28 જુલાઈના રોજ યુ.એસ.માં ઉત્પાદન કંપનીની સિએટલ સ્થિત સુવિધામાં સ્થાનાંતરિત કરવામાં આવ્યું હતું અને મંગળવારે સવારે 9.31 વાગ્યે બેંગલુરુ પહોંચ્યું હતું.

આ મામલે કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. કંપની શરૂ થાય તે પહેલા અકાસાએ 2021માં 72 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો, જેમાં 23 એરક્રાફ્ટ 737-8S, 53 ઉચ્ચ ક્ષમતાવાળા 737-8-200 એરક્રાફ્ટનો સમાવેશ થાય છે.