દિલ્હી:તાજેતરમાં શરૂ થયેલી એરલાઇન Akasa Air ના ડેટાના ભંગનો મામલો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે,એરલાઇનના મુસાફરોની અંગત માહિતી કેટલાક અનધિકૃત લોકો દ્વારા એક્સેસ કરવામાં આવી રહી હતી.રવિવારે, એરલાઈને માફી માંગી અને કહ્યું કે ઘટનાની જાણ નોડલ એજન્સી, ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)ને કરવામાં આવી છે. Akasa Air એ પણ કહ્યું કે તેના રેકોર્ડના આધારે, “કોઈ ઈરાદાપૂર્વક હેકિંગનો પ્રયાસ નથી” પરંતુ તેણે મુસાફરોને સંભવિત ફિશિંગ પ્રયાસો માટે સાવચેત રહેવાની સલાહ આપી.
તેની વેબસાઈટ પર, એરલાઈને જણાવ્યું હતું કે,25 ઓગસ્ટે તેની લોગિન અને સાઈન-અપ સેવા સંબંધિત કામચલાઉ ટેક્નિકલ કન્ફિગરેશન એરર નોંધવામાં આવી હતી.જેના પરિણામે Akasa Air ના રજિસ્ટર્ડ યુઝર્સના નામ, લિંગ, ઈ-મેલ અને ફોન નંબર જેવી ચોક્કસ માહિતી અનધિકૃત વ્યક્તિઓ દ્વારા જોઈ શકાય છે.
એરલાઈને જણાવ્યું હતું કે,”અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે ઉપરોક્ત વિગતો સિવાય, કોઈપણ મુસાફરીની માહિતી, મુસાફરીના રેકોર્ડ અથવા ચુકવણીની માહિતી સાથે કોઈપણ રીતે ચેડા કરવામાં આવ્યા નથી,”