સંયૂક્ત રાષ્ટ્રમાં જમ્મુ-કાશ્મીરના મુદ્દાને લઈને સમગ્ર મામલાને આંતરાષ્ટ્રીય રુપ આપવાના ચીન અને પાકિસ્તાનના નાપાક પ્રયત્નોને શુક્રવારના રોજ ભારતે પોતાના દમદાર તર્કથી અને સબુતોથી નિષ્ફળ કર્યા હતા, ભારતની ફિલ્ડિંગ ખૂબજ શાનદાર રહી હતી ,ત્યારે ‘રુસે’ સંયૂક્ત રાષ્ટ્રની બંધરુમમાં બેઠક શરુ થાય તે પહેલા જ જમ્મુ-કાશ્મીરના મુદ્દાને ભારત-પાકિસ્તાન બન્નેનો અંગત મામલો કહી દીધો હતો.,બેઠક પૂરી થયા બાદ ભારતનો જવાબ આપવાનો વારો આવ્યો , ક્રિકેટના શોખિન સંયૂક્ટરાષ્ટ્રમાં ભારતના રોક સ્ટાર રાજદ્રીય સૈયદ અકબરુદ્દીને તેની કમાન સંભાળી હતી, અને ચહેરા પર એક સરળ હાસ્યની સાથે પોતાની મીઠી વાણીમાં વળતા જવાબના પ્રહાર કરતા પાકિસ્તાન અને ચીન બન્નેને માત આપી હતી. પોતાની આગવી ઓળખ અને બુધ્ધી સજ્જતાથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
રાજકીય બાબતમાં ભારતની જોરદાર ફિલ્ડિંગ અને ખૂબજ આક્રમક બલ્લેબાજીની અસર એ રહી હતી કે સંયૂક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતી સામાન્ય કરવા માટે ભારતીય દ્રારા થયેલા પ્રયત્નોની વાહવાહી થઈ રહી છે, એટલું જ નહી ચીન અને પાકિસ્તાનના તમામ પ્રયત્નો પછી પણ આ બેઠકમાં કોઈજ અધિકારીક બયાન જાહેર નથી થયું, ભારતની રાજનૈતિક સફળતામાં પુરેપુરો શ્રેય વિદેશ મંત્રાલયની ટીમને આપવામાં આવી રહ્યો છે,જેનું નેતૃત્વ સંયૂક્તરાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીનએ કર્યુ છે, તો ચાલો જાણીયે આ અકબરુદ્દીન કોણ છે અને કેવું રહ્યુ હતું સંયૂક્તરાષ્ટ્રમાં તેમનું ધમાકેદાર પર્ફોમન્સ, જેમણે લોકોના દિલ જીત્યા હતા.
પશ્વિમ એશિયાના નિષ્ણાંત છે અકબરુદ્દીન
વર્ષ 1985માં ભારતીય વિદેશ સેવા સાથે જોડાનારા સૈયદ અક્બરુદ્દીનના પિતા એસ બદરુદ્દીન હૈદરાબાદ સ્થિત ઉસ્માનિયા યૂનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના હેડ હતા,એસ બદરુદ્દીનને ત્યાર પછી કતરમાં ભારતના રાજદૂત બનાવવામાં આવ્યા હતા, તેમણે વિદેશમંત્રાલયમાં અત્યાર સુધી કેટલાક મહત્વપૂર્ણ પદ સંભાળ્યા હતા અને સફળતા પૂર્વક તેમા કામ પણ કર્યું હતુ.
અકબરુદ્દીનની માતા ડૉ.ઝૈબા અંગ્રેજીના પ્રોફેસર હતા , પોતાના હાજર જવાબી અને આત્મ સંયમ માટે ખુબજ મશહુર અકબરુદ્દીનને પશ્વિમ એશિયાના નિષ્ણાંત ગણવામાં આવે છે, તેમણે વિદેશ મંત્રાલયમાં અત્યાર સુધી કેટલાક મહત્વના પદો પર સફળ રીતે સંભાળ્યા છે .
અકબરુદ્દીન 2015 માં આયોજિત ભારત-આફ્રિકા ફોરમ સમિટના મુખ્ય સંયોજક રહી ચુક્યા છે. આફ્રિકામાં ચીનના વધતા વર્ચસ્વની વચ્ચે સમિટ એક મોટી સફળતા હતી. અકબરુદ્દીન વર્ષ 2012 થી 2015 સુધી ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા પણ રહી ચુક્યા છે. તે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતા હોય છે અને ભારતીય વિદેશ નીતિને આગળ વધારે છે. ટ્વિટર પર તેના એક લાખ 25 હજાર ફોલોઅર્સ છે.
સૈયદ અકબરુદ્દીન આ પહેલા પણ 1995 થી 1998 સુધી યુએનમાં ફસ્ટ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. અકબરુદ્દીન પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ભારતના હાઈ કમિશનમાં સલાહકાર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. આ સિવાય અકબરુદ્દીન સાઉદી અરેબિયા અને ઇજિપ્તમાં પણ કામ કરી ચુક્યા છે. અકબરુદ્દીને રાજકીય વિજ્ઞાન અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એમ.એ. કર્યું છે, આ ઉપરાતં તેઓ રમતોના ચાહક છે.તેમને રમત અતિપ્રિય છે.
પાકિસ્તાનના પત્રકારોની બોલતી બંધ કરી
અકબરુદ્દીનની આ પ્રતિભા અને અનુભવનું એક મહાન ઉદાહરણ શુક્રવારે જોવા મળ્યું હતું, યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ, સૈયદ અકબરુદ્દીને પાકિસ્તાની પત્રકારોને તેમની હાજરી, તથ્યો અને રાજદ્વારી પ્રતિક્રિયાઓથી જવાબો આપીને પરાજીત કર્યા હતા, જમ્મુ-કાશ્મીર પર ચર્ચા બાદ પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી હતી, જેમાં અનેક પાકિસ્તાની પત્રકારોએ અકબરુદ્દીન સામે વારંવાર કાશ્મીર અને માનવાધિકાર અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
ભારતીય પ્રતિનિધિએ એક પછી એક આ સવાલોના સચોટ જવાબ આપીને તેમની બોલતી બંધ કરી દીધી હતી.પાકિસ્તાનના પત્રકારોએ પણ ભારતીય રાજદ્વારીને આર્ટિકલ 37૦ની બાબતે ઘેરી લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પાકિસ્તાની પત્રકારોને તેમાં પણ નિષ્ફળતા મળી .કારણ કે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે “જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ ની મોટાભાગની જોગવાઈઓને હટાવવાનો નિર્ણય એ ભારતની આંતરિક બાબત છે”. તેમણે પહેલા ત્રણ પાકિસ્તાની પત્રકારોના પ્રશ્નોના જવાબો આપ્યા અને આ દરમિયાન તેઓ ખૂબ જ વિશ્વાસપૂર્વક જોવા મળ્યા હતા . તેમણે કહ્યું કે તમારા લોકોના મનમાં કોઈ શંકા હોવી જોઈએ નહીં કારણ કે હું ત્રણ પાકિસ્તાની પત્રકારોના પ્રશ્નોના જવાબ આપી ચૂક્યો છું.
ચીનને પણ આપ્યો સખ્ત સંદેશ
જ્યારે છેલ્લા પાકિસ્તાની પત્રકારએ તેમને સવાલ કર્યો કે નવી દિલ્હી ક્યારે ઇસ્લામાબાદ સાથે વાત કરશે ? તો આ પૂછતાંની સાથે જ અકબરુદ્દીન મંચની આગળ આવ્યા અને ખૂબજ આત્મ વિશ્વાસ સાથે કહ્યું, “ચાલો હું આની શરુઆત સૌથી પહેલા હું તમારા પાસેથી કરીશ ,મને તમારા સાથે હાથ મિલાવવાદો” આમ અકબરુદ્દીને ત્રણેય પત્રકારો સાથે વારાફરતી હાથ મિલાવ્યા, અને તે સમયે દરેક પત્રકારો પણ હસી પડ્યા હતા ,બેઠકમાં હસીની ગુંજ સંભળાય રહી હતી
સૈયદ અકબરુદ્દીનની શ્રેષ્ઠ તૈયારી અને આત્મ વિશ્વાસ જ હતો કે તેમણે તમામ પ્રશ્નોના જવાબ આપ્યા, જ્યારે પાકિસ્તાન અને ચીનના પ્રતિનિધિઓ તેમના નિવેદનને વગર વાંચ્યે જ અને મીડિયા સાથે વાત કર્યા વિના જ આ સ્થળ છોડીને ચાલતા થયા હતા.આ બેઠક પછી ચીન અને પાકિસ્તાનના દૂતોને મીડિયાને સંબોધિત કરતા અકબરુદ્દીને કહ્યું, “સુરક્ષા પરિષદની બેઠક સમાપ્ત થયા પછી અમે પહેલી વાર જોયું કે બે દેશો ચીન અને પાકિસ્તાન પોતાના દેશના અભિપ્રાયને આંતરરાષ્ટ્રીય સમુદાયનો અભિપ્રાય બતાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.જો કે એ વાત અલગ છે કે તેમને નિષ્ફળતા મળી છે.
ઘણી બધી બાબતોમાં ભારતને સફળતા આપાવી ચુક્યા છે
આ પેહલી જ વાર નહી પરંતુ ઘણીબધી વાર આ રીતે ભારતને સફળતા તેમણે અપાવી છે,કૂટનિતીમાં ટોચ પર આક્રમક રીતે બેટિંગ કરવામાં પ્રખ્યાત અકબરુદ્દીન અનેક પ્રસંગોએ ભારતને સફળતા અપાઈ ચૂક્યા છે. આ વર્ષે પુલવામા હુમલા પછી જ્યારે એક અમેરિકન ટીવી ચેનલના એન્કરે તેમને ભારતના વલણ વિશે ઘણા ઉશ્કેરણીજનક સવાલો કર્યા હતા ત્યારે તેમણે તેમના હાજર જવાબોથી જે તે પત્રકારને આશ્ચર્યચકિત કરી દીધો હતો.
નવેમ્બર 2017 માં, ભારતના ન્યાયાધીશ દલબીર ભંડારીને આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં ફરીથી ચૂંટવામાં આવ્યા હતા. આવું પ્રથમવાર બન્યું હતું કે જ્યારે સંયૂક્તરાષ્ટ્રના એક ગેર સ્થાયી સદસ્યએ યૂએનએસસીના સ્થાયી સદસ્યને ચૂંટણીમાં હરાવ્યા હોય,અને આ વાતનો શ્રેય સંપૂર્ણપણે અકબરુદ્દીનને આપવામાં આવે છે, જોકે તેણે સ્પષ્ટ રૂપે તેનો ઇનકાર કર્યો હતો.
આ વર્ષે 9 જુલાઇએ યુએનએસસીમાં ચર્ચા દરમિયાન તેમણે દાઉદ ઇબ્રાહિમ, લશ્કર-એ-તૈયબાની મદદ કરવા માટે પાકિસ્તાનનું નામ લીધા વગર જ પાકિસ્તાનને આડે હાથ લઈને ધોઈ નાખ્યું હતું. નિષ્ણાંતોના મતે અકબરુદ્દીન ખૂબ જ શાંત અને બુદ્ધિશાળી રાજદ્વારી છે જે પડદા પાછળ કામ કરે છે. તેમની પ્રતિભાને કારણે જ તેમને યુએનમાં ભારતના પ્રતિનિધિ બનાવવામાં આવ્યા છે.