Site icon Revoi.in

અખિલેશ યાદવે RJD ના વડા લાલુ યાદવ સાથે કરી મુલાકાત, વિપક્ષી એકતાને લઈને ચર્ચા

Social Share

લખનૌઃ દેશમાં વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓનો ધમધમાટ તેજ કર્યો છે. દરમિયાન ભાજપને પરાસ્ત કરવા માટે રાહુલ ગાંધી, મમતા બેનર્જી, અખિલેશ યાદવ સહિતના નેતાઓ વિપક્ષને એક મંચ ઉપર લાવવાના પ્રયાસો કરી રહ્યાં છે. દરમિયાન સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે રાજદના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની મુલાકાત લીધી હતી. અખિલેશ યાદવે તેમના ખબર અંતરની પૃચ્છા કરી હતી. તેમજ વિપક્ષી ગઠબંધનને લઈને બંને નેતાઓ વચ્ચે લંબાણપૂર્વકની ચર્ચા થઈ હતી.

લાલુ પ્રસાદ યાદવનું કિડનીનું ઓપરેશન કરાવવામાં આવ્યું છે હાલ તેઓ દિલ્હીમાં દીકરી મીસા યાદવના ઘરે આરામ કરી રહ્યાં છે. દરમિયાન અખિલેશ તેમની મુલાકાતે પહોંચ્યાં હતા. લાલુ પ્રસાદ યાદવ સાથેની મુલાકાતને અખિલેશે ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. બંને નેતાઓ વચ્ચે લગભગ 20 મિનિટ મુલાકાત ચાલી હતી. ભાજપના સામે વિપક્ષી સંગઠનને લઈને બે દિવસ પહેલા જ લૌખનમાં લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજસ્વી યાદવ બિહારના સીએમ નીતિશ સાથે અખિલેશ યાદવને મળવા પહોંચ્યાં હતા.

વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ ટીએમસી, સપા, બસપા, એનસીપી સહિતના સ્થાનિક રાજકીય પક્ષોએ પણ પોતાની તૈયારીઓનો દોર શરુ કર્યો છે, તેમજ તમામ વિપક્ષને એક મંચ ઉપર લાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે. ભાજપા તરફથી વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદી જ ઉમેદવાર રહેશે. બીજી તરફ રાહુલ ગાંધી કોંગ્રેસને ફરીથી બેઠી કરવા માટે સમગ્ર દેશમાં પ્રવાસ કરી રહ્યાં છે.