Site icon Revoi.in

અબૂ ધાબીમાં બનેલા પ્રથમ હિન્દુ મંદિરમાં અક્ષય કુમારે ઝુકાવ્યું શીશ

Social Share

14 ફેબ્રુઆરીનો દિવસ બધા જ દેશવાસિયોં માટે ખુબ ખાસ રહ્યો હતો. આ દિવસે પ્રધાનમંત્રી નરેંન્દ્ર મોદીએ સંયુક્ત અરબ અમીરાતની રાજધાની અબૂ ધાબીમાં પહેલું હિંન્દૂ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતુ. દરમિયાન બોલીવુડ સ્ટાર અક્ષયકુમાર બોચાસનવાસી અક્ષય પુરુષોત્તમ સ્વામીનારાયણ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. અક્ષય સિવાય એક્ટર વિવેક ઓબેરોય પણ આ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા.

અક્ષય કુમાર કુર્તો-પાયજામો પહેરી ભારે સિક્યોરિટી સાથે મંદિર પહોંચ્યા અને દર્શન કર્યા હતા. અબૂ ધાબીમાં બનેલ પહેલું હિંન્દૂ મંદિર ભગવાન સ્વામીનારાયણને સમર્પિત છે. સ્નામીનારાયણના મંદિર દેશ અને દુનિયાના ઘણા ભાગોમાં બનેલા છે. જ્યારે અબુ ધાબીમાં પણ ભગવાન સ્વામિનારાયણને સ્થાન મળ્યું હોય તેવી પહેલી ઘટના છે. બધા દેશવાસીની નજર આ મંદિર પર ટકેલી હતી અને આ ખરેખર ગર્વની ક્ષણ હતી.

• અબુ ધાબીના હિન્દુ મંદિરની ખાસિયત
લગભગ 27 એકરમાં બનેલ આ હિંદુ મંદિરનો પાયો 2019માં નાખવામાં આવ્યો હતો, પણ તે હવે બનાવવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરી, બુધવારે પીએમ મોદીએ કર્યું હતું. આ મંદિરમાં વારાણસીના ઘાટની ઝલક છે. આ મંદિરને બનાવવામાં માર્બલ, સેન્ડસ્ટોન અને કરીબ 18 લાખ ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

• રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં નતા જઈ શક્યા અક્ષય
અક્ષય કુમારએ આનાથી પહેલા અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણ મળ્યું હતું. તે સમયે તેની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ના શૂટિંગમાં બિજી હોવાથી તે હાજર રહી શક્યો નહોતો. જો કે, તેણે વીડિયો દ્વારા તે શુભ અવસર પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. હવે અક્ષય ફિલ્મના શૂટમાંથી સમય કાઢીને અબુ ધાબીના પહેલા હિન્દુ મંદિરે પહોંચ્યો હતો.