ભારતની નાગરિકતા મેળવ્યા બાદ પ્રથમ વખત અક્ષય કુમારે કર્યુ વોટિંગ, આપ્યું આ નિવેદન
લોકસભા ચૂંટણી અંતર્ગત આજે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.. જેમાં 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 49 બેઠકો પર વોટિંગ થઇ રહ્યું છે..આ 49 બેઠકોમાં મહારાષ્ટ્રની 13, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની 7, બિહારની 5, ઝારખંડની 3 અને ઓડિશાની 5 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. સાથે જ આ તબક્કામાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં એક-એક સીટ પર મતદાન થઈ રહ્યું છે.
ભારતીય નાગરિકતા મળ્યા બાદ બોલીવુડ સ્ટાર અક્ષય કુમારે આજે પહેલી વખત મતદાન કર્યુ હતું. પ્રથમવાર મતદાન કર્યા બાદ તેમણે કહ્યું કે પહેલીવાર મતદાન કરીને સારુ લાગ્યું હું ઈચ્છું છું કે ભારત વિકસિત અને મજબૂત રહે. ‘
- આ તબક્કાના દિગ્ગજો
મહારાષ્ટ્રમાં આજે ભિવંડી, ડિંડોરી, ધુલે, નાસિક, પાલઘર, કલ્યાણ, થાણે, મુંબઈ નોર્થ, મુંબઈ નોર્થ-વેસ્ટ, મુંબઈ નોર્થ ઈસ્ટ, મુંબઈ નોર્થ સેન્ટ્રલ, મુંબઈ સાઉથ સેન્ટ્રલ અને મુંબઈ સાઉથની લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. મુંબઈમાં લોકસભાની 6 બેઠકો છે. આ તમામ બેઠકો પર મતદાન થવાનું છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, ભારતી પવાર, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે અને ઉજ્જવલ નિકમ જેવા દિગ્ગજ નેતાઓ મેદાનમાં છે.
આ સિવાય 5મા તબક્કાની આ ચૂંટણીમાં રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ઓમર અબ્દુલ્લા, ચિરાગ પાસવાન, પીયૂષ ગોયલ અને રાજીવ પ્રતાપ રૂડી પણ સામેલ છે. આ સિવાય આરજેડીની રોહિણી આચાર્યના ભાવિનો પણ આજે નિર્ણય થવાનો છે. રાયબરેલી બેઠક પર પણ આજે મતદાન થઈ રહ્યું છે.