- સાઉથ અને હિન્દી ફિલ્મોને લઈને અક્ષય કુમારનું નિવેદન
- કહ્યું દેશને વિભાજીત ન કરો
મુંબઈ – છેલ્લા ઘણા દિવસોથી સાઉથ ફિલ્મ અને બોલિવૂડની ફિલ્મ પર વિવાદ ચાલી રહ્યો છે આ મામલે અનેક એક્ટર્સની પ્રતિક્રીઓ આવી ચૂકી છે ત્યારે હવે અભિનેતા અક્ષય કુમારે પણ આ વિવાદમાં એન્ટ્રી કરી છે,અક્ષય કુમાર હવે બોલીવુડ અભિનેતા અજય દેવગન અને કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપ દ્વારા શરૂ થયેલ ભાષા વિવાદમાં પ્રવેશી ગયો છે. દક્ષિણ વિ બૉલીવુડ પર વાત કરતા, અક્ષય કુમાર સંમત થયા કે બૉક્સ ઑફિસ પર પ્રાદેશિક બ્લોકબસ્ટર્સની તુલનામાં બોલિવૂડની મૂવીઝ સારો દેખાવ કરી રહી નથી.
અક્ષય કુમારે કહ્યું છે, “મને આશા છે કે ટૂંક સમયમાં એવો સમય આવશે જ્યારે દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરશે, આ હિન્દી ફિલ્મ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ છે.ફિંગર્સ ક્રોસ્ડ ! કારણ કે મને ખબર નથી કે શું થશે, અને આ શબ્દ પૈન ઈન્ડિયા જે મારી સમજની બહાર છે
અભિનેતા એ વધુમાં કહ્યું કે હું આ વિભાજનમાં માનતો નથી. જ્યારે કોઈ કહે છે કે ‘આ દક્ષિણ ઉદ્યોગનો છે અને આ ઉત્તર ઉદ્યોગનો છે’ ત્યારે મને ગુસ્સો આવે છે. આપણે બધા એક જ ઉદ્યોગના છીએ. હું તે જ માનું છું. આપણે આ પ્રશ્ન પૂછવાનું બંધ કરવું જોઈએ.”
અભિનેતાએ કહ્યું કે આપણા ઈતિહાસમાંથી કંઈ શીખ્યા નથી અને અંગ્રેજોએ પણ ધર્મ અને ભાષાના આધારે લોકોને વિભાજીત કરવાનો ફાયદો ઉઠાવ્યો હતો. “એ સમજવું અગત્યનું છે… તેથી જ જ્યારે અંગ્રેજો આવીને ‘યે-યે હૈ અને વો-વો’ કહેતા ત્યારે અમારો કાફલો અશાંતિમાં હતો.” તેઓએ અમને વિભાજિત કર્યા અને અમે તેમાંથી ક્યારેય શીખ્યા નથી. આપણે આવું કરવાનું બંધ કરવું જોઈએ,દેશને વિભઆજીત ન કરવો જોઈએ. ‘ઉત્તર કે હિન્દી’ કહીને વિભાજન કરવાની શી જરૂર છે? પછી તે ભાષા વિશે વાત કરશે અને પછી આના પર. ચર્ચા થશે. આપણા બધાની ભાષા સારી છે. આપણે બધા આપણી માતૃભાષામાં વાત કરીએ છીએ, અને તે સુંદર છે. તેને મુદ્દો બનાવવાની જરૂર નથી.”