અક્ષય કુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ પર કુવૈત અને ઓમાન બાદ હવે કતરમાં પણ પ્રતિબંધ મૂકાયો
- અક્ષય કુમારની ફિલ્મ પર કતરમાં પ્રતિબંધ
- આ પહેલા કુવૈત અને ઓમાને પણ બેન કરી છે ફિલ્મ
મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી અક્ષય કુમાર ચર્ચામાં છે અને તેનું કારણ છે તેમની ફઇલ્મ સમ્રાટ પૃથ્વીરાજ, જ્યાં એક તરફ ભારત દેશના રાજકીય નેતાઓ ફિલ્મની પર્સંસા કરી રહ્યા છે ત્યા બીજી તરફ દેશના ઈસ્લામિક દેશોે એ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનું યથાવત રાખ્યું છે.
સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ એક મહાન યોદ્ધા હતા અને તેમણે દેશને લૂંટ અને હત્યાના ઈરાદાથી દેશમાં આવેલા નિર્દય આક્રમણકારોથી બચાવ્યો હતો. આ ફિલ્મમાં સંજય દત્ત અને સોનુ સૂદ પણ છે. સમ્રાટ પૃથ્વીરાજ 3 જૂને હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે ન ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર બનેલી એક્શન-ડ્રામા ફિલ્મ છે. ‘સમ્રાટ પૃથ્વીરાજ’ 3 જૂને દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ મહાન સમ્રાટ અને યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત છે. લોકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ખૂબ જ ચર્ચામાં છે. આ દરમિયાન સમાચાર છે કે ત્રણ દેશોએ આ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો છે. કુવૈત અને ઓમાને અગાઉ આ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હતો.ત્યારે હવે કતરે અહીં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો છે.
Govt of Qatar has too banned #SamratPrithviraj from being released there ! @akshaykumar @ManushiChhillar @SonuSood @duttsanjay https://t.co/4QWWo2zQSt
— Girish Johar (@girishjohar) June 2, 2022
આ ફિલ્મમાં અક્ષય કુમાર પૃથ્વીરાજ ચૌહાણના રોલમાં જોવા મળી રહ્યો છે જ્યારે માનુષી છિલ્લર રાજકુમારી સંયોગિતાના રોલમાં છે. આ ફિલ્મમાં સંજય દત્ત અને સોનુ સૂદ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ જોહરે ઓમાન અને કુવૈતમાં ફિલ્મ પર પ્રતિબંધ હોવાના સમાચાર શેર કર્યા છે.