- સુર્યવંશી ફિલ્મનમું બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન
- પંડાબ રાજ્યમાં ફિલ્મનો થી રહ્યો છે જોરદાર વિરોધ
મુંબઈઃ- તાજેતરમાં જ બોલિવૂક એક્શન હિરો અક્ષય કુમારની ફિલ્મ સુર્યવંશી સિનેમાઘરોમાં રિલીધ કરવામાં આવી છે,જેણે સારુએવું પ્રદર્શન કર્યુ છે,બોક્સ ઓફિસ પર ફિલ્મે સારી કમાણી કરી છે,એક બાજુ ન્યૂયર જેવા તહેવારોના ફાયદો પણ આ ફિલ્મને મળ્યો છે.
હાલ અક્ષય કુમારની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સૂર્યવંશી’ જબરદસ્ત હેડલાઇન્સમાં આવી છે. આ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જ્યાં એક તરફ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે તો બીજી તરફ પંજાબમાં આ ફિલ્મને ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ ફિલ્મના સ્ક્રીનિંગ સામે જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સૂર્યવંશી’એ શુક્રવારે બમ્પર ઓપનિંગ કરી હતી. શનિવારે ફિલ્મનો બીજો દિવસ હતો. અપેક્ષા મુજબ પહેલા દિવસની જેમ બીજા દિવસે પણ કલેક્શન શાનદાર રહ્યું હતું. દિવાળીની લાંબી રજાઓનો ફાયદો ફિલ્મને મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અક્ષય કુમાર અને કેટરીના કૈફની ફિલ્મે પહેલા દિવસે 26.29 કરોડનું કલેક્શન કર્યું હતું. બોક્સ ઓફિસ ઈન્ડિયા અનુસાર, ફિલ્મે બીજા દિવસે 24.50 કરોડનું કલેક્શન કર્યું છે.
અક્ષય કુમારની ફિલ્મ ‘સૂર્યવંશી’ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન આપી રહી છે. દરમિયાન, સ્પોટબોયે આપેલા અહેવાલ પ્રમાણે , પંજાબના હોશિયારપુર જિલ્લામાં ખેડૂતો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોના પ્રદર્શનને કારણે રોહિત શેટ્ટીની ફિલ્મનું સ્ક્રિનિંગ મુશ્કેલ બની ગયું છે. ખેડૂતો નારાજ છે કે અક્ષય કુમારે કિસાન બિલના વિરોધમાં તેમનું સમર્થન કર્યું નથી. હવે નારાજ ખેડૂતો અક્ષયની આ મોસ્ટ અવેટેડ ફિલ્મની રિલીઝનો વિરોધ કરી રહ્યા છે.